ભાવનગરમાં ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી

47

“ઈન્વેસ્ટ ટુ એન્ડ ટી.બી.(Invest To End TB)”ની થીમ મુજબ તાલુકાના હેલ્થ સ્ટાફ તેમજ શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે રેલીનું આયોજન કરવામાં આવ્યું
ભાવનગર તા.૨૬
રાજ્ય સરકારના N.T.E.P કાર્યક્રમ અંતર્ગત જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એ. કે. તાવીયાડ ભાવનગર તેમજ જિલ્લા ક્ષય અધિકારી ડૉ. પી. વી. રેંવર, ભાવનગરના માર્ગદર્શન હેઠળ ટી.બી. ના રોગ સામે જન જાગૃતિ વધે તેમજ રોગના લક્ષણોને ઓળખી ગળફાનું પરિક્ષણ કરાવે અને નિયત કરેલ સમય મર્યાદા સુધી સારવાર પૂર્ણ કરે અને વર્ષઃ ૨૦૨૫ સુધીમાં ટીબીને નિર્મૂલન કરવાના ઉદ્દેશને પરિપૂર્ણ કરવાના હેતુસર જીલ્લામાં આજરોજ વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

જે અન્વયે ભાવનગર જિલ્લાના તમામ તાલુકા કક્ષાએ વિશ્વ ક્ષય દિવસની નવી થીમ “ઈન્વેસ્ટ ટુ એન્ડ ટી.બી.(Invest To End TB)” મુજબ તાલુકાના હેલ્થ સ્ટાફ તેમજ શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ભાવનગર જિલ્લા પંચાયત ખાતે પંચાયતી રાજ ઈન્સ્ટિટ્યૂટના પદાધિકારીઓનો વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી વિક્રમભાઈ ડાભી તેમજ તમામ પદાધિકારીઓ દ્વારા ટી.બી. મુક્ત ભારતની શપથ લેવામાં આવી હતી.

તેમજ નર્સીંગ કોલેજ, સર ટી. હોસ્પિટલ કમ્પાઉન્ડ, ભાવનગર ખાતે વિશ્વ ક્ષય દિવસની નવી થીમ “ઈન્વેસ્ટ ટુ એન્ડ ટીબી(Invest To End TB)” પર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ચિત્ર સ્પર્ધામાં વિજેતાઓ ઇનામ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આ કાર્યક્રમમાં તમામ તાલુકા અને પ્રાથમિક આરોગ્ય તેમજ શેહેરી આરોગ્ય કેન્દ્રના હેલ્થ સ્ટાફ, ટી.બી.ના સ્ટાફ તેમજ શિક્ષણ વિભાગની સહભાગીદારીથી શાળાના આચાર્ય અને શિક્ષકોએ આ કામગીરીને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી તેમ જિલ્લા ક્ષય અધિકારી, આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, ભાવનગરની અખબારી યાદીમાં જણાવાયું છે.

Previous articleમોણપર ગામે ખેત મંડળીની જમીનમાં કબ્જો કરનાર બે શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો
Next articleફરી એકવખત યોગ તરફ વળી કરીના કપૂર ખાન