અલંગ શીપ બ્રેકીંગ યાર્ડ કે સ્ટીલ ઈન્ડસ્ટ્રીઝના વિકાસને ગતિ મળે તેવી કોઈ બાબત બજેટમાં રજૂ કરવામાં આવી નથીઃ સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ

82

નાણામંત્રીએ રજૂ કરેલા બજેટ અંગે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખે પ્રતિભાવ આપ્યો હતો : જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગમાં કસ્ટમ ડ્યુટી ૭.૫% થી ઘટાડીને ૫% કરવામાં આવી છે તે આવકાર્ય બાબત
કેન્દ્રનાં નાણામંત્રી નિર્મલા સિતારમણે આજરોજ રજુ કરેલું વર્ષ ૨૦૨૨-૨૩ નાં કેન્દ્રીય બજેટ અંગે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનાં પ્રમુખ કિરીટ સોનીએ પ્રતિભાવ આપ્યો હતો. પ્રમુખ કિરીટ સોનીએ જણાવ્યું કે, આ બજેટમાં ખાસ કોઈ નવિનતા જણાતી નથી. આ બજેટના સંદર્ભમાં ભાવનગરની વાત કરીએ તો એશિયાના સૌથી મોટા ગણાય તેવા અલંગ શીપ બ્રેકીંગ યાર્ડ કે સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝના વિકાસને ગતિ મળે તેવી કોઈ બાબત રજૂ કરવામાં આવી નથી. તેઓએ વધુમાં જણાવ્યું કે, ડિજીટલ ઇન્ડીયામાં ડિજીટલ કરન્સીની નવી શરૂઆત આ મૂવમેન્ટને વેગ આપનારી બની રહેશે. અત્યાર સુધી કેટલાંક સેક્ટર વિકાસથી વંચિત હતા. તેને સ્પર્શ કરી તેના માટે ફંડ ફાળવામાં આવ્યું છે તે બાબત આવકાર્ય છે. ઈમરજન્સી ક્રેડીટ લાઈન ગેરંટી સ્કીમ (ઈઝ્રન્ય્જી)માં વધારે નાણાની ફાળવણી કરવામાં આવી છે, જેથી બેંકોનાં માધ્યમથી આ નાણાં સ્જીસ્ઈ સેકટરને મળશે અને તેના કારણે સ્જીસ્ઈ સેક્ટરનાં વિકાસને થોડી ગતિ મળશે. ઈનોવેશન અને સ્ટાર્ટ-અપને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે નવા સ્ટાર્ટ-અપને માર્ચ-૨૦૨૩ સુધી ટેક્ષ હોલી ડે તરીકે છૂટ આપવામાં આવી છે જે બાબત પણ આવકાર્ય છે. જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગમાં કસ્ટમ ડ્યુટી ૭.૫% થી ઘટાડીને ૫% કરવામાં આવી છે તે આવકાર્ય બાબત છે કારણ કે કોરોનાની પરિસ્થિતિમાં મંદ પડેલા હીરા ઉદ્યોગને આ જોગવાઈનાં કારણે ગતિ મળશે.

Previous articleભાવેણુ હવે ભેળસેળ મુક્ત થઈ ગયું !
Next articleભાવનગર રેલ્વે મંડળના રાજભાષાના ઈ-મેગેઝીન “ઈ-સોમનાથ”ના સર્જકોને માનદેય આપી પ્રોત્સાહિત કરાયા