પાલીતાણાના ગરાજીયા ગામે દિપડાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો

108

વનવિભાગે દિપડાનો મૃતદેહ કબ્જે કરી તપાસનો ધમધમાટ આદર્યો
ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ગરાજીયા ગામે એક દિપડાનો મૃતદેહ મળી આવતાં વનવિભાગે મૃતદેહ કબ્જે કરી તપાસ હાથ ધરી છે. ભાવનગર જિલ્લામાં પાલીતાણા જેસર તળાજા અને મહુવા તાલુકાને સ્પર્શીને બૃહદગિરનો આરક્ષિત એરીયો આવેલો છે મિની ગિર તરીકે પ્રખ્યાત આ વિસ્તારમાં સાવજ દિપડા સહિતના રાની પશુઓ મુક્ત પણે વિચરણ કરે છે પરંતુ આ વિડાલવંશી જીવ અવારનવાર પોતાની ટેરેટરી છોડી માનવ વસાહતોનો રૂખ કરે ત્યારે અલગ અલગ સમસ્યાઓ સાથે હિંસક પશુઓ અને માનવીઓ વચ્ચે ઘર્ષણ સર્જાય છે ત્યારે પાલીતાણા તાલુકાના જળપલ્લવિત એરીયા તરીકે પ્રખ્યાત અને નયનરમ્ય ડુંગરમાળ થી ઘેરાયેલ ગરાજીયા ગામે ઝળુંબ કુવા પાસે એક વાડીની વાડ નજીક એક પુખ્ત વય ના દિપડાનો દુર્ગંધ મારતો મૃતદેહ પડ્યો હોવાની જાણ ગ્રામજનોએ વનવિભાગને કરતાં કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

Previous articleડીડીઓના માર્ગદર્શન હેઠળ કોળીયાક દરિયા કિનારે સ્વચ્છતા અભિયાન
Next articleવસંત પંચમીઃ નિસર્ગનુ યૌવન એટલે વસંત પંચમી