ડીડીઓના માર્ગદર્શન હેઠળ કોળીયાક દરિયા કિનારે સ્વચ્છતા અભિયાન

74

જીલ્લા વિકાસ અધિકારી ડો.પ્રશાંત જિલોવાનાં માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ ભાવનગર તાલુકાનાં કોળીયાક ગામે દરીયા કિનારાનું સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પણ સ્વચ્છતા પર ભાર મૂકીને દેવાલય પહેલા શૌચાલય પર ભાર મૂકીને ભારતને ખુલ્લામાં શૌચ મુક્ત કરવાં માટે અભિયાનના રૂપે સ્વચ્છતાની મુહિમ ચલાવી રહ્યાં છે ત્યારે દરિયાકિનારે આવેલાં ભાવનગરમાં પણ દરીયા કિનારે સ્વચ્છતા જળવાય તે માટે કોળીયાકના દરિયાકિનારે સ્વચ્છતાં અભિયાન હાથ ધરાયું હતું. આ સાથે જિલ્લા વિકાસ અધિકારીનાં અધ્યક્ષસ્થાને તાલુકાની વિવિધ કચેરીઓ અને તલાટી કમ મંત્રીઓ સાથે સમીક્ષા બેઠક પણ યોજવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા માર્ગદર્શન તેમજ ઉપયોગી સૂચનો કરવામાં આવ્યાં કે જેનાથી તેઓની કામગીરીમાં વધુ સુધારો અને ઝડપ આવી શકે.

Previous articleલગ્નની લાલચ આપી સગીરાને ભગાડી જનાર વિધર્મી યુવક પોલીસ હિરાસતમાં
Next articleપાલીતાણાના ગરાજીયા ગામે દિપડાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો