અમદાવાદ દિલ્હી કરતા પણ વધુ પ્રદૂષિત શહેર

83

સફર ડેટા વિશ્લેષણ પરથી માહિતી સામે આવી : અમદાવાદ અને તેની આસપાસના લેકાવાડા, રાયખડ અને બોપલનોં એર ક્વોલિટી ઈન્ડેક્સ દેશમાં સૌથી વધુ ખરાબ
અમદાવાદ, તા.૫
શુક્રવારે અમદાવાદની હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ હતી અને આ સાથે શહેરે દિલ્હીને પણ પ્રદૂષિત શહેરોની યાદીમાં નંબર એકની સ્થિતિથી બહાર કરી દીધું હતું. અમદાવાદે દેશના ચાર સફરનું મોનિટરિંગ કરનારા શહેરોમાંથી સૌથી ખરાબ હવા ગુણવત્તા સૂચકાંકનો રેકોર્ડ તોડ્યો હતો. સવારમાં અમદાવાદનું એર ક્વોલિટી ઈન્ડેક્સ ૩૧૧ માઈક્રોગ્રામ પ્રતિ ઘન મીટર હતું અને સાંજે ૭ કલાકની આસપાસ વધીને ૩૨૯ માઈક્રોગ્રામ પ્રતિ ઘન મીટર થયું હતું. પ્રદૂષણના આ સ્તરને જનસંખ્યા, ખાસ કરીને સંવેદનશીલ જૂથ માટે નુકસાનકારક માનવામાં આવે છે. સફર ડેટાના વિશ્લેષણ પરથી જાણવા મળ્યું છે કે, અમદાવાદ અને તેની આસપાસના ત્રણ વિસ્તારો લેકાવાડા, રાયખડ અને બોપલનોં એર ક્વોલિટી ઈન્ડેક્સ દેશમાં સૌથી વધુ ખરાબ છે. જે બાદ મુંબઈના મલાડ અને મઝગાંવનો સમાવેશ થાય છે. દિલ્હી, જે દુનિયાની સૌથી પ્રદુષિત રાજધાની તરીકે જાણીતું છે. ત્યાંની હવાની ગુણવત્તા શુક્રવારે અમદાવાદ કરતાં ઘણી સારી હતી. સવારે ૧૭૬ માઈક્રોગ્રામ પ્રતિ ઘન મીટર અને સાંજે ૧૩૨ માઈક્રોગ્રામ પ્રતિ ઘન મીટર નોંધાયું હતું. આંકડા દર્શાવે છે કે, અમદાવાદમાં આગામી ત્રણ દિવસ સુધી હવાની ગુણવત્તાની ’ખૂબ જ ખરાબ સ્થિતિ’માં કોઈ રાહત નથી. જો કે, આગામી દિવસોમાં દિલ્હી અને મુંબઈમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ સુધરવાની શક્યતા છે. આ દરમિયાન, વધારે સફરે (સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ) લોકોને ભારે પરિશ્રમ કરવા માટે ચેતવણી આપી છે. હૃદય અથવા ફેફસાની બીમારી ધરાવતા દર્દીઓ, વયસ્કો અને બાળકોએ લાંબા સમય સુધી અથવા ભારે પરિશ્રમ કરવાથી દૂર રહેવું જોઈએ, તેમ તે કહે છે. પીએમ ૨.૫નું ખૂબ જ નબળું સ્તર શ્વાસની સમસ્યા ધરાવતા દર્દીઓ માટે સ્વાસ્થ્યને લગતી તકલીફ ઉભી કરી શકે છે. પર્યાવરણવિદ્‌ મહેશ પંડ્યાએ જણાવ્યું હતું કે, પીએમ ૨.૫ અને પીએમ ૧૦ ધૂળના કણો અને રસ્તા પર દોડતા વાહનોના કારણે થતા પ્રદૂષણ સાથે સંકળાયેલા છે. મેટ્રોનું કામ અને ખોદકામ પ્રદૂષણની સમસ્યામાં વધારો કરે છે. શહેર પાસે વિશ્વસનીય જાહેર પરિવહન નથી. બીઆરટીએસ, જેની પાસે માત્ર ૩૦૦ બસ છે, તેણે ટ્રાફિકની ભીડ અને વાહનોના પ્રદૂષણમાં ફાળો આપ્યો છે’, તેમ તેમણે કહ્યું હતું.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે કહ્યું હતું કે, મહાનગરપાલિકા દ્વારા પ્રદૂષણની સમસ્યાને ગંભીરતાથી લેવામાં આવી રહી છે. શહેરની હરિયાળી માટે કેટલાક પ્રોજેક્ટ પર કામ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકાના એક અધિકારીએ જણાવ્યું હતું કે, તેમણે રજકણોના પ્રદૂષણને કાબૂમાં લેવા માટે વોલ ટુ વોલ કાર્પેટિંગ માટે નીતિગત નિર્ણય લીધો છે. એક ટ્રાફિક અધિકારીએ કહ્યું હતું કે, રાયખડ અને બોપલ જેવા વિસ્તારો વધારે ગીચતા ધરાવતા વિસ્તારો છે. આ સિવાય, બોપલમાં કન્સ્ટ્રક્શન કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે, આ ધૂળના કણોના કારણે તે શહેરના સૌથી પ્રદૂષિત વિસ્તારોમાંથી એક બને તે નક્કી હતું.ષ્ઠ

Previous articleકેન્દ્રીય કર્મી-પેન્શનર્સનું૩ ટકા મોંઘવારી ભથ્થું વધશે
Next articleતળાજાના પીથલપુર ગામના કુટુંબ માટે ‘પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજના’ બની વાસ્તવમાં સુરક્ષા છત્ર