કોરોનામાં મૃત્યુ પામેલા લોકોનાં પરિવારજનોને 4 લાખની સહાય ચૂકવવાની માગ સાથે કૉંગ્રેસે ન્યાયયાત્રા યોજી

101

કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી
ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા આજે કોરોનાથી મૃત્યુ પામેલાઓના પરિવારોને 4 લાખની સહાય આપવાની માંગ સાથે પ્રદેશ પ્રવક્તા મનીષ દોશીની ઉપસ્થિતિમાં ન્યાયયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને કલેકટરને આવેદનપત્ર અપાયું હતું.

કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવેલ કે ગામડામાં કોઈ ભેસ કે જનાવર મરે તો તેને પણ પચાસ હજાર સુધીની સહાય મળે છે ત્યારે માણસ મરે તો પણ પચાસ હજાર સહાયની જાહેરાત કરી સરકારે મજાક ઉડાવી છે. કોરોનાથી મૃત્યુ પામનાર દરેકને 4 લાખની સહાય તેમજ મૃત્યુ પામનાર પરિવારમાંથી એકને સરકારી નોકરી મળે, જે લોકોએ મોટા બીલ હોસ્પિટલમાં ચૂકવ્યા છે તેને વળતર આપવા તેમજ કોરોના કાળ દરમિયાન જે ગુનાહિત બેદરકારી થઈ છે તેની તપાસ કરવાની માંગ સાથે આજે શહેરના જશોનાથ ચોક ખાતેથી શહેર કોંગ્રેસ દ્વારા ન્યાયયાત્રા કાઢવામાં આવી હતી અને કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ ન્યાયયાત્રામાં ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશભાઇ વાઘાણી, જિલ્લા પ્રમુખ પ્રવિણભાઇ રાઠોડ, મ્યુનિ.વિપક્ષ નેતા ભરતભાઈ બુધેલીયા, જિલ્લા પંચાયત વિપક્ષ નેતા પ્રહલાદસિંહ ગોહિલ તેમજ કોંગ્રેસના ચૂંટાયેલા નગરસેવકો કોંગ્રેસની વિવિધ પાંખના હોદ્દેદારો, આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.

Previous articleસાળંગપુરના કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે વાઘાના શણગારના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી
Next articleભાવનગરના સરદારનગર વિસ્તારમાંથી SOGએ દેશી કટ્ટા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો