સાળંગપુરના કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે વાઘાના શણગારના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી

98

દાદાને વિવિધ પ્રકારના વસ્ત્ર, હાર, ફળ, ફુલ, મીઠાઈ ધરાવવામાં આવેલ
બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ગામે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને આજે વાઘાનો દિવ્ય શણગાર શણગાર કરવામાં આવ્યો હતો. શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને તા.7-2-2022ને સોમવારના રોજ પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી એવં કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી પૂજારી ધર્મકિશોરદાસજી સ્વામી દ્વારા કષ્ટભંજનદેવને વાઘાનો દિવ્ય શણગાર ધરાવી શણગાર આરતી કરવામાં આવેલ.

રાજોપચાર પૂજનનો પ્રારંભ સવારે 8 કલાકે પવિત્ર બ્રાહ્મણોએ વૈદિક મંત્રો દ્વારા કરેલ જેમાં વિવિધ પ્રકારના વસ્ત્ર, હાર, ફળ, ફુલ, મીઠાઈ ધરાવવામાં આવેલ પૂજન-અર્ચન-કિર્તન કર્યા બાદ પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા) દ્વારા આરતી કરવામાં આવેલ તથા પૂષ્પવર્ષા કરવામાં આવી હતી, દાદાના શણગારનો ભાવિકોએ રૂબરૂ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમજ દેશ-વિદેશમાં વસતા હરિભક્તોએ હનુમાનજીદાદાના શણગારના ઓનલાઈન દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

Previous articleઉ. ભારતમાં ઠંડીએ લોકોનાં જન-જીવનને પ્રભાવિત, હિમાચલ પ્રદેશમાં એક ફૂટથી વધુ હિમવર્ષા, વાહન વ્યવહાર ઠપ્પ
Next articleકોરોનામાં મૃત્યુ પામેલા લોકોનાં પરિવારજનોને 4 લાખની સહાય ચૂકવવાની માગ સાથે કૉંગ્રેસે ન્યાયયાત્રા યોજી