યુુપી.માં પ્રથમ તબકકામાં સરેરાશ ૬૧ ટકા મતદાન

92

સૌથી વધુ મુઝફફરનગરમાં ૬૨.૧૪ ટકા, જયારે સૌથી ઓછું અલીગઢમાં ૫૨ ટકા મતદાન થયું, ૪૩ ઉમેદવારોના ભાવી ઈફસ્માં બંધ
લખનૌ, તા.૧૦
ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ૫૮ બેઠકો પર મતદાન થયું હતું પ્રથમ તબક્કામાં સરેરાશ ૬૩ ટકા મતદાન થયું હતું સૌથી વધુ મતદાન મુઝફફરનગરમાં ૬૨.૧૪ ટતા મતદાન થયું હતું. જયારે અલીગઢમાં ૫૨ ટકા મતદાન થયું હતું. મતદાન દરમિયાન કેટલીક જગ્યાએ ઈવીએમ મશીનમાં ખામી સામે આવી છે. ઈવીએમ મશીનમાં ખરાબીના કારણે મતદારોને મુઝફ્ફરનગર સ્થિત એક મતદાન મથક પર લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી. રિપોર્ટ અનુસાર ઈસ્લામિયા ઈન્ટર કોલેજમાં ઈવીએમ મશીન ખરાબ થઈ ગયું છે. ઈવીએમ ફેલ થવાને કારણે લોકોએ મતદાન કરવા રાહ જોવી પડી હતી. મતદારોએ લગભગ ૯૦ મિનિટ રાહ જોવી પડી હતી. જોકે, બાદમાં ઈવીએમ મશીન બદલવામાં આવ્યું હતું અને ફરી એકવાર મુઝફ્ફરનગરના બૂથ પર ફરી મતદાન શરૂ થઈ શક્યું હતું.માત્ર મુઝફ્ફરનાગમાં જ નહીં પરંતુ અન્ય જિલ્લાઓમાં પણ ઈવીએમમાં ખામી હોવાના અહેવાલો સામે આવ્યા છે. મેરઠના સિવાલખાસના સિસોલા ખુર્દ ગામમાં પણ ઈવીએમ મશીન ફેલ થઈ ગયું છે, જ્યારે બુલંદશહરના અનુપશહરના બૂથ નંબર ૪૨૧માં ઈવીએમ ખરાબ થવાને કારણે મતદાન મોડું શરૂ થયું અને લોકોએ ઘણી રાહ જોવી પડી. બાગપતના અમીનગર સરાયના શીલચંદ કોલેજમાં મતદાન મથક ૧૧૩ પર પણ ઈવીએમ મશીન બગડી ગયું હતું. આ સાથે જ સમાજવાદી પાર્ટીએ ટ્‌વીટ કરીને પ્રશાસન પર ગંભીર આરોપો લગાવ્યા છે. સમાજવાદી પાર્ટીએ શામલી જિલ્લાના અનેક બૂથ પર મતદારોને ધમકાવવાનો આરોપ લગાવ્યો છે. સમાજવાદી પાર્ટીએ તેના સત્તાવાર ટિ્‌વટર હેન્ડલ પરથી ટિ્‌વટ કર્યું અને લખ્યું કે શામલી જિલ્લાના કૈરાના-૮ વિધાનસભાના ગામ દુંદુખેડાના બૂથ નંબર ૩૪૭, ૩૪૮, ૩૪૯, ૩૫૦ પર ગરીબ વર્ગના મતદારોને ડરાવવામાં આવી રહ્યા છે અને તેમને વોટ લાઇનમાંથી પાછા મોકલવામાં આવી રહ્યા છે. ચૂંટણી પંચે તાત્કાલિક સંજ્ઞાન લેવું જોઈએ અને પગલાં લેવા જોઈએ અને સરળ, ભયમુક્ત, ન્યાયી મતદાનની ખાતરી કરવી જોઈએ.
ભાજપના ધારાસભ્ય અને ઉમેદવાર અનિલ પરાશરે લિગાડની કોલ સીટ પર પોતાનો મત આપ્યો હતો.બાગપતમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અહીંની જૈન ઈન્ટર કોલેજમાં મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા પહોંચ્યા હતા. અહીં લોકો લાંબી લાઈનોમાં ઉભા રહીને પોતાનો મત આપ્યો હતો. બીજેપી સાંસદ રાકુમાર ચાહરે આગ્રાના એક મતદાન કેન્દ્ર પર પોતાનો મત આપ્યો. તેમણે કહ્યું કે, આ લોકશાહીનો મોટો તહેવાર છે. હું બધાને મતદાન પ્રક્રિયામાં ભાગ લેવાની અપીલ કરું છું.ગૌતમ બુદ્ધ નગરના ડીએમ સુહાસ એલવાયએ સવારે ૮.૩૦ વાગ્યે તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો.આગ્રાની બાહ બેઠક પર નકલી મતદાનને લઇ સપા કાર્યકરોએ હંગામો કર્યો હતો. વોટિંગ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટિ્‌વટ કરીને દરેકને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરી છે. આ સાથે પીએમ મોદીએ જનતાને કોવિડ નિયમોનું પાલન કરવાનું પણ કહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે, ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન છે. હું તમામ મતદારોને કોવિડના નિયમોનું પાલન કરીને લોકશાહીના આ પવિત્ર તહેવારમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા વિનંતી કરું છું. યાદ રાખો – પહેલા મતદાન, પછી નાસ્તો! રાહુલ ગાંધીએ ટિ્‌વટ કર્યું, દેશને દરેક ડરથી મુક્ત કરો, બહાર આવો, વોટ કરો પ્રથમ તબક્કાના મતદાનમાં ૧૧ જિલ્લાના મતદારો સવારથી જ મતદાન મથકો પર પહોંચી ગયા હતા. શરૂઆતના બે કલાક બાદ શામલીમાં મતદાનની ગતિ એક વાગ્યા સુધી જળવાઈ રહી હતી. બપોરે ૧ વાગ્યા સુધી કુલ ૩૫.૦૫ ટકા મતદાન થયું હતું. શામલીમાં સૌથી વધુ ૪૧.૧૬ ટકા જ્યારે ગૌતમ બુદ્ધ નગરમાં સૌથી ઓછું ૩૦.૫૩ ટકા મતદાન થયું હતું. એક વાગ્યા સુધી શામલીમાં ૪૧.૧૬, મુઝફ્ફરનગરમાં ૩૫.૭૩, મેરઠમાં ૩૪.૫૧, બાગપતમાં ૩૮.૦૧, ગાઝિયાબાદમાં ૩૩.૪૦, હાપુરમાં ૩૯.૯૭, ગૌતમ બુદ્ધ નગરમાં ૩૦.૫૩, બુલંદશહેરમાં ૩૭.૦૩, અલીગઢમાં ૩૬.૩૩ ટકા અને અલીગઢમાં ૩૯.૬૩ ટકા થયું બુલંદશહેરમાં બલરામના લગ્ન હતા પરંતુ વરઘોડા પહેલા બલરામ સીધા મતદાન મથક પર ગયા અને પોતાનો મત આપ્યો હતો. પ્રથમ બે કલાકમાં બાગપતમાં સૌથી વધુ મતદાન થયું હતું. અહીંના મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ ઉત્સાહનું ઉદાહરણ ૯૦ વર્ષીય વૃદ્ધ મહિલા બાલા છે. જેમને તેમનો પૌત્ર વિક્રાંત મતદાન કરવા માટે ખોળામાં લઈને મતદાન મથકે આવ્યો હતો. જ્યાં બાલાએ પોતાનો મત આપ્યો હતો.સવારે ભારે ઠંડી અને ધુમ્મસને કારણે મતદારોમાં નિરાશા છવાઇ હતી પરંતુ બપોર બાદ મતદાનમાં વેગ આવ્યો હતો.પ્રથમ વખત મતદાન કરનારા યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રથમ તબકકાના મતદાનમાં યોગી આદિત્યનાથ સરકારના નવ મંત્રીઓ સહિત અનેક મોટા ચહેરાનું ભાગ્ય ઇવીએમ મશીનમાં સીલ થયું છે યોગી સરકારના મંત્રી મથુરાથી શ્રીકાંત શર્મા,ગાઝિયાબાદથી અતુલ ગર્ગ,થાના ભવનથી સુરેશ રાણા,મુઝફરનગરથી કપિલદેવ અગ્રવાલ અને અતરોલીથી સંદીપ સિંહ છે.જયારે અન્ય મંત્રીઓમાં છત્તાથી લક્ષ્મીનારાયણ ચૌધરી,શિકારપુરથી અનિલ શર્મા આગ્રાકેટથી જી એસ ધર્મેશ અને હસ્તિનાપુરથી દિનેશ ખટીક સામેલ છે આ ઉપરાંત પહેલા તબક્કામાં અન્ય મુખ્ય નામ છે તેમાં આગ્રા ગ્રામીણથી ઉત્તરાખંડના પૂર્વ રાજયપાલ બેબી રાની મૌર્ય નોઇડાથી ઉત્તરપ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ પંકજ સિંહ અને કેરાનાથી મૃગાંકા સિંહ છે.એ યાદ રહે કે ગત વિધાનસભામાં ભાજપે પહેલા તબક્કામાં લગભગ તમામ વિધાનસભા બેઠકો પર સારી જીત હાંસલ કરી હતી.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleબજેટ બાદ પણ રિઝર્વ બેન્કે રેપો, રિઝર્વ રેપો રેટ જાળવી રાખ્યો