ભાવનગરના શિશુવિહાર વિસ્તારમાં આવેલી મહેંદી સ્કૂલ ખાતે ’અટલ ટીકરીંગ લેબ’ શિક્ષણ મંત્રીની ઉપસ્થિતીમાં શરૂ કરાઈ

100

નાના બાળકોને જોઈ શિક્ષણમંત્રી પણ બાળક જેવા બની ગયા, બાળકો સાથે હાથ મેળવ્યાં : વિદ્યાર્થીઓના નૂતન વિચારોને ’માઈન્ડ થી માર્કેટ’ સુધી પહોંચાડવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ : શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી
ભાવનગરના શિશુવિહાર વિસ્તારમાં આવેલી મહેંદી સ્કૂલ ખાતે ’અટલ ટીકરીંગ લેબ’ ને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ખુલ્લી મુકી હતી. સમ્રગ દેશમાં નિતી આયોગ દ્વારા બાળકોના ઇનોવેટીવ થીંકીંગને સાઘન -સામગ્રી પૂરી પાડી પ્રત્યક્ષ પ્રયોગ કરી શકે તે માટે કેન્દ્ર સરકાર સાથ સહકાર આપી રહી છે. ત્યારે મહદી સ્કૂલમાં પણ અટલ ટીંકરીંગ લેબ શરુ કરવામાં આવી રહી છે. ત્યારે આ સ્કૂલમાં નાના બાળકોને જોઈ શિક્ષણમંત્રી પણ બાળક જેવા બની ગયા હતા અને બાળકો સાથે હાથ મેળવ્યાં હતા. શિક્ષણ મંત્રીએ શાળાનું જીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. શાળામાં સિદ્ધિ પ્રાપ્ત કરેલા વિદ્યાર્થીઓ અનેPHDની ડીગ્રી પ્રાપ્ત કરેલા અઘ્યાપકોને શિક્ષણ મંત્રી જીતુ વાઘણીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતાં.

શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના મગજમાં આવતા વિચારોને માઈન્ડથી માર્કેટના કોન્સેપ્ટ સાથે મદદરૂપ થવા રાજ્ય સરકાર દ્વારા અટલ ટીકરીંગ લેબ તેમજ આઈ- હબ જેવી સંસ્થાઓ દ્વારા મદદ કરવામાં આવી રહી છે. આજનો વિદ્યાર્થીએ આવતીકાલના ભારતનું ભવિષ્ય છે, ત્યારે તેને સંસ્કારિત કરવા સાથે તેના વિચારો આસમાનને આંબે અને તેના વિચારોને નવું આસમાન મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. ઇન્ફર્મેશન ટેકનોલોજીના સથવારે સ્ટાર્ટ અપ ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા વગેરે અભિયાન દ્વારા આત્મનિર્ભર ભારત બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કટિબદ્ધ છે. તેમાં ગુજરાત પણ પાછળ રહેશે નહીં. આ માટે નવી શિક્ષણ નીતિમાં જરૂરી સુધારા કરીને તેને સમય અનુકૂળ બનાવવામાં આવી છે. વધુમાં જણાવ્યું કે, આગામી સમયમાં દિશા બદલાઇ રહી છે ત્યારે તેનો રૂખ પારખીને આપણે પણ તે દિશામાં બદલાવું પડશે તો જ સમય સાથે આપણે કદમ મિલાવી શકીશું. સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ પોલિસીમાં વિદ્યાર્થીઓને સંશોધનને મદદરૂપ થવા માટે રૂ.૧ લાખની સહાય વધારીને રૂ.૨.૫ લાખ સુધીની કરવામાં આવી છે. તેમણે મહેંદી સ્કૂલ વિશે જણાવ્યું કે, જ્યાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે તેવાં બાળકોને શિક્ષણ આપી સંસ્કારિત કરવા અને એ પણ સતત ૨૫ વર્ષ સુધી કરવું તે ખૂબ અઘરું હોય છે. આ ઉપરાંત આ શાળા દ્વારા સતત ૯૦ ટકાથી વધુ પરિણામ મેળવવામાં આવે છે તે માટે શિક્ષણ મંત્રીએ શાળા સંચાલકોને અભિનંદન પાઠવ્યા હતાં. માત્ર નાણાંથી કંઈ થતું નથી. આ માટે સતત કટિબદ્ધતા અને ધગશથી કામ કરવું પડતું હોય છે, ત્યારે આવું શાળા સંકુલ અને આવું શિક્ષણ ઉપલબ્ધ બનતું હોય છે કે તેની સુવાસ સમગ્ર જિલ્લામાં પહોંચી હોય. શાળા માત્ર શિક્ષિત કરવાનું નહીં પણ દીક્ષિત કરવાનું પણ માધ્યમ બને તે માટે ’અટલ ટીકરીંગ લેબ’ પણ આજે શાળામાં ખુલ્લી મુકવામાં આવી છે જેનાથી ભાવનગરના વિદ્યાર્થીઓને તેમના વિચારોને પૂર્તિ કરવા માટે અને તેમના સંશોધનને સાકાર કરવા માટે ઉપયોગી બની રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ-૨૦૧૯ માં ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની યાદમાં ’અટલ ટીકરીંગ લેબ’ ની શરૂઆત કરાવી હતી. જે દેશના વિદ્યાર્થીઓના નૂતન વિચારોને નવી દિશામાં લઈ જવાનું કાર્ય કરી રહી છે. શિક્ષણ મંત્રીએ કે.જી. થી પી.જી. સુધીની શિક્ષણ આપતી મહેંદી શાળાના નોંધપાત્ર દેખાવ કરનારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પ્રમાણપત્ર અને ટ્રોફી આપીને સન્માનિત કર્યા હતાં. આ અવસરે શાળાના સજ્જાદભાઈ, મોહસીનભાઈ, હૈદરઅલી સહિતના ટ્રસ્ટીઓ ઉપરાંત મુન્ના વરતેજી, મહેંદી વરતેજી, મુન્ના મેઘાણી, હૈદર મેઘાણી, શાળાના આચાર્ય પરવેઝ મર્ચન્ટ, માલવિકાબેન વ્યાસ, બાળકો તથા શિક્ષકગણો ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleસાળંગપુરના ખાતે હનુમાનજીને દ્રાક્ષના વાઘાનો દિવ્ય શણગાર કરાયો, ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી
Next articleભાવનગરમાં બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઈ, વિવિધ વયજુથના ૩૭૫ જેટલા બાળકોએ ભાગ લીધો