સાળંગપુરના ખાતે હનુમાનજીને દ્રાક્ષના વાઘાનો દિવ્ય શણગાર કરાયો, ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી

401

બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ધામે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને આજે શનિવાર નિમિત્તે દ્રાક્ષના વાઘાના શણગારની સાથે સિંહાસનને લીલી-કાળી દ્રાક્ષથી શણગાર કરવામાં આવ્યો હતો. શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સાળંગપુરધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને એકાદશી અને શનિવારના નિમિત્તે સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી અને કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી દ્રાક્ષના વાઘાનો શણગાર કરાયો હતો. સાથે જ સિંહાસનને પણ લીલી-કાળી દ્રાક્ષથી શણગાર કરવામાં આવ્યો હતો. નોંધનીય ચે કે મંગળા આરતી માધવસ્વામી દ્વારા તથા શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસ સ્વામી દ્વારા કરવામાં આવી હતી. કષ્ટભંજનદેવ દાદાને દ્રાક્ષનો અન્નકૂટ બપોરે ૧૧ઃ૧૫ કલાકે ધરાવાયો હતો. આરતી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)એ કરી હતી. જેમાં લીલી, કાળી વિવિધ પ્રકારની દ્રાક્ષ ધરાવવામાં આવી હતી. દાદાના શણગારનો ભાવિકોએ રૂબરૂ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમજ દેશ-વિદેશમાં વસતા હજારો હરિભક્તોએ હનુમાનજીદાદાના શણગારના ઓનલાઈન દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

Previous articleરાણપુરમાં જાહેરમાં છરી લઈને ફરતો ઈસમને પોલીસે ઝડપી લીધો
Next articleભાવનગરના શિશુવિહાર વિસ્તારમાં આવેલી મહેંદી સ્કૂલ ખાતે ’અટલ ટીકરીંગ લેબ’ શિક્ષણ મંત્રીની ઉપસ્થિતીમાં શરૂ કરાઈ