રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્રારા પ્રા.શિક્ષકોને ૪૨૦૦ ગ્રેડ પે બાબતે શિક્ષણ મંત્રીને રજૂઆત

96

મહાપાલિકા અને નગરપાલિકામાં કાર્ય કરતા પ્રાથમિક શિક્ષકોને ૧૯૯૬ પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણમાં ૪૨૦૦ ગ્રેડ પે આપવામાં આવતો નથી રાજ્યના તમામ શિક્ષકોને ૪૨૦૦ ગ્રેડ પે મળે છે તો સમાન લાયકાત,સમાન કામ, કરતા મહાનગરપાલિકા અને નગરપાલિકામાં કાર્ય કરતા પ્રાથમિક શિક્ષકોને પણ ૪૨૦૦ ગ્રેડ પે મળે તે માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ભાવનગર શહેર દ્વારા શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીને ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી હતી. શિક્ષણમંત્રીએ આ બાબતે હકારાત્મક અભિગમ સાથે જણાવ્યું હતું કે ખૂબ ટૂંકા સમયમાં આ બાબતે સારા સમાચાર મળશે. મહાપાલિકા અને નગરપાલિકાને રાજ્ય સરકાર દ્વારા ૧૦૦% ગ્રાન્ટ ફાળવવામાં આવે જેથી શિક્ષકોના પગાર અને એરિયસની ચુકવણી કરવામાં વિલંબ ના થાય તે બાબતે પણ રજૂઆત કરવામાં આવી હતી. ૐ્‌છ્‌ પરીક્ષા પાસ કરી ફરજ બજાવતા આચાર્યોની ઓવરસેટઅપને કારણે કરેલી બદલી રદ કરી તેમને તેમની મુળ જગ્યાએ પરત મુકવામાં આવે તેમજ? રાજ્યની ધોરણ – ૧ થી ૮ની તમામ શાળાઓમાં મુખ્ય શિક્ષકની જગ્યા મંજૂર કરી પ્રશ્નનો ઉકેલ લાવવા માટે રજૂઆત કરી હતી. આ રજૂઆત કરવામાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના સૌરાષ્ટ્ર સંભાગના સંગઠન મંત્રી મહેશભાઈ મોરી તથા ભાવનગર વિભાગના સંયોજક મુકેશભાઈ પનોત, મહામંત્રી હરેશભાઇ રાજ્યગુરુ, સંગઠનમંત્રી પ્રવીણભાઈ ચુડાસમા તથા કાર્યાલયમંત્રી ડૉ. રણજીતસિંહ ચૌહાણ હાજર રહ્યા હતા.

Previous articleજરૂરીયાતમંદ બહેનોને ચંપલ વિતરણ
Next articleરણબીર અને મારા લગ્ન થશે ત્યારે સુંદર રીતે થશે : આલિયા