જિલ્લામાં દરિયામાંથી ગેરકાયદે રેતી ચોરીનો કરોડો રૂપીયાનો કાળો કારોબાર

107

મોડીરાત્રીના સમયે થતી ખનીજ ચોરી, તંત્રએ પગલા લેવા જરૂરી : તળાજા શહેર અને તાલુકામાં અનેક સ્થળોએ મકાનના બાંધકામમાં દરિયાની રેતી વપરાય છે
ભ્રષ્ટ તંત્રના ઈશારે તળાજા શહેર અને પંથકના ખનન માફિયાઓએ શેત્રુંજી નદીમાંથી સતત રેતી ખનન કરી શેત્રુંજી નદીમાં મોટા ખાડા કરી નાખ્યા છે. કુદરતી સંપદાને પાંચ પચીસ લોકોના ફાયદાઓ માટે નષ્ટ કરવાથી આજે હજારો વિઘા ખેતીને નુકશાન વેઠવાનો અને હજારો લોકોને મીઠા પાણીના ભૂગર્ભ તળ ખારા થઈ જતા દુઃખ સહન કરવાનો વખત આવ્યો છે.
ભ્રષ્ટ તંત્ર ખનન માફિયાઓને સતત પ્રોત્સાહન પૂરું પાડતું હોય તેવો સિનારિયો હવે દરિયાની રેતીના ખનનને લઈ જોવા મળી રહ્યો છે. આમ જનતામાં ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર અતિ વધ્યો છે. અધિકારીઓ ભાજપના નેતાઓને ગણકારતાં નથી ઉપર થીજ બધું પોલમ પોલ ચાલી રહ્યા ની છાપ ઉપસી રહી છે તેની પાછળ નરી આંખે દેખાય તેવી બાબતો પૈકીની એક છે તળાજા પંથકમાં સતત થઈ રહેલ ખનન. શેત્રુંજી નદીમાં હવે રેતીનો જથ્થો મર્યાદિત રહ્યો છે, આથી ખનન માફિયાઓ બેખોફ બની દરિયા કિનારાની રેતી ખનન કરી રહ્યા છે. દરરોજ રાત્રીના બારેક વાગ્યાથી લઈ વહેલી સવાર સુધી ટ્રેક્ટર, ટ્રક, ટોરસ સહિતના વાહનો ભરી ભરીને તળાજા શહેર-તાલુક અને તાલુકાની બહાર પણ જોઈએ તેટલી રેતી ચણતર કામ માટે ગેરકાયદેસર ખનન કરી ઠાલવી રહ્યા છે. ખનન માફિયાઓ તંત્રનો ડર ના હોય તો જ વાહનો ભરીભરીને રોડે પુરપાટ ઝડપે દોડે તે વાત સ્વાભાવિક પણે માની શકાય તેમ છે. તળાજા શહેર ની વાત કરવામાં આવે તો અનેક મકાનો બની રહયા છે, જેમાં મોટાભાગે નદીની રેતી સાથે દરિયાની રેતી પણ જોવા મળે છે.

Previous articleઅમદાવાદમાં ગાવસ્કરે બધુ મૂકીને ફાફડા કઢીની બેટિંગ કરી
Next articleભાવનગર શહેરની સગીરા પર અલંગ નજીક સામુહિક દુષ્કર્મ, પોલીસે ત્રણ આરોપીઓની ધડપકડ કરી