મહુવાની મુખ્ય પોસ્ટ ઓફીસમાં સુવિધાના અભાવે પડતી મુશ્કેલી

99

મહુવામાં આવેલી મુખ્ય પોસ્ટ ઓફીસમાં સુવિધાનો અભાવ હોય ગ્રાહકોને વાહન પાર્કીંગ સહિતની હાલાકી પડી રહી છે જેથી મહુવા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ભાવનગર ડીવીઝન પોસ્ટ ઓફિસ સુપ્રીટેડન્ટને પત્ર લખી મહુવાની મુખ્ય પોસ્ટ ઓફિસનું સ્થળ ફેરવવા ઉગ્ર માંગ કરેલ છે. મહુવાના વાસીતળાવ વિસ્તારમાં જે.પી.પારેખ હાઇસ્કુલના ઢાળમાં મુખ્ય પોસ્ટ ઓફિસ ભાડે જગ્યામાં કાર્યરત છે. આ સ્થળે પાર્કીંગની કોઇ સુવિદ્યા નથી ટાઇલ્સો તુટવા લાગેલ છે અને ફર્સ ઉપર ઉતાવળા કે બેધ્યાને ચાલવામાં આવે તો લપસી પડાય તેવી સ્થિતિ છે. મહુવા ગાંધીબાગ પાસે આવેલ સેક્રેટરીએટ બિલ્ડીંગમાંથી કોર્ટ, મામલતદાર કચેરી, કલેકટર કચેરી, સબ રજીસ્ટ્રાર કચેરી વડલી સ્થળાંતર થયેલ છે. આ બિલ્ડીંગમાં જરૂરીયાત મુજબના રૂમો મેળવી મુખ્ય પોસ્ટ ઓફિસ કાર્યરત કરવામાં આવે તો મહુવા શહેર અને તાલુકાના લોકોને હાલના પોસ્ટ ઓફિસ સ્થળની હાલાકી પરેશાની ભોગવવી ન પડે. સરકાર હસ્તકની આ જગ્યા હોય સરકારના અન્ય વિભાગને ભાડે પટ્ટે આપી શકે. આથી મહુવા પોસ્ટ ઓફિસનું સ્થળાંતર વહેલીતકે કરવામાં આવે તેવી માંગ મહુવા અને તાલુકાના લોકો વતી મહુવા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બચુભાઇ પટેલે કરેલ છે.

Previous articleઆજે ભાવનગરમાં માત્ર ૪ નવા કોરોનાના કેસ નોંધાયા, ૩૮ કોરોનાને માત આપી, ૧ના મોત
Next articleસૌ.ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એશિયન આફ્રિકન ચેમ્બર સાથે કરાયું એમઓયુ