મહા.પા.દ્વારા સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

985

ભાવનગર મહાનગર પાલિકા દ્વારા ચોથા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ કુંભારવાડા વિસ્તારમાં યોજવામાં આવ્યો હતો

વિવિધ સરકારી કાર્પો.માં પારદર્શકતા તથા પ્રાજના પ્રાણ પ્રશ્નોનો સ્થળ પર તત્કાલ ઉકેલ આવે તેવા ઉમદા હેતુસર રાજ્ય સરકાર દ્વારા ‘સેવા સેતુ’કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જે અન્વયે ભાવનગર મહાનગર પાલિકા દ્વારા શહેરમાં ચોથા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ ભાવનગર પશ્ચીમ વિધાનસભા વિસ્તારના કુંભારવાડા વોર્ડ સ્થિત શાળા નં.૪૯/૫૨ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં અરજદારોના લાઈસન્સ, આવકના દાખલા, સોગંદનામા, રેશનકાર્ડ આપ્યા કાર્ડ, માં અમૃતમ કાર્ડ, નિરાધાર, વૃદ્ધ સહાય આરોગ્ય બક્ષી અલગ અલગ સેવાને લગતા પ્રશ્નોનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમનો ૮૨૯ લાભાર્થીઓએ લાભ લીધો હતો સમગ્ર કાર્ય અન્વયે મેયર, સ્ટે. ચેરમેન શાસકપક્ષના નેતા તથા નગરસેવકો તથા અધિકારી પદાધિકારી ગણ દ્વારા વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી.

Previous articleપાલિતાણામાં ૩ દિવસથી નેટ સેવા ખોરવાઈ
Next articleકાળીયાબીડમાં અંજની સોસા. ખાતે ગણેશ ઉત્સવ