મોદી ભૂલો સ્વિકારે, નહેરુને જવાબદાર ઠેરવવાનું બંધ કરે

67

સરકારની નીતિઓના કારણે કોરોનાકાળમાં મોંઘવારી અને બેકારી વધી રહી હોવાનો પૂર્વ વડાપ્રધાનનો આક્ષેપ
નવી દિલ્હી, તા.૧૭
પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલા પૂર્વ પીએમ મનમોહનસિંહે પંજાબની જનતાના નામે એક વિડિયો સંદેશ પાઠવ્યો છે. તેમણએ કહ્યુ હતુ કે, લોકોને મારા સારા કામ હજી યાદ છે.ભાજપે પીએમ મોદીની સુરક્ષાના નામે પંજાબની જનતાનુ અપમાન કર્યુ છે.આજે તમે જોઈ શકો છો કે દેશમાં ધનિક લોકો વધારે ધનિક અને ગરીબ લોકો વધારે ગરીબ બની રહ્યા છે. ડો.મનમોહનસિંહે કહ્યુ હતુ કે, આજે સ્થિતિ ચિંતાજનક છે.કારણકે સરકારની નીતિઓના કારણે દેશમાં કોરોનાકાળમાં મોંઘવારી અને બેકારી વધી રહી છે.પીએમ મોદી પોતાની ભૂલો સ્વીકારવાની જગ્યાએ દેશના પહેલા પીએમ નહેરુને જવાબદાર ઠેરવી રહ્યા છે. તેમણે કહ્યુ હતુ કે, કેન્દ્ર સરકારે સમજવાની જરુર છે કે, પોતાનો ચહેરો બદલી લેવાથી પરિસ્થિતિ નથી બદલાવાની.જે સત્ય છે તે કોઈ પણ સંજોગોમાં સામે આવી જશે.મોટી મોટી વાતો કરવી સહેલી છે પણ તેનો અમલ કરવો બહુ મુશ્કેલ કામ છે.તેમણે આગળ કહ્યુહ તુ કે, પીએમ પદની એક ગરિમા હોય છે.ઈતિહાસને દોષ આપવાથી આપણા દોષ ઓઠા નથી થવાના. મારા દસ વર્ષના કાર્યકાળમાં મેં મારુ કામ બોલે અને હું ઓછુ બોલુ તે વાતને મહત્વ આપ્યુ હતુ.રાજકીય લાભ માટે સત્યને છુપાવવાની મેં ક્યારેય કોશિશ કરી નહોતી.દેશ અને પીએમના હોદ્દાની શાન ક્યારેય ઓછી થવા દીથી નહોતી. ડો.સિંહે કહ્યુ હતુ કે, સરકારનો નકલી રાષ્ટ્રવાદ ખોખલો પણ છે અને ખતરનાક પણ છે.આ રાષ્ટ્રવાદ અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરોની…નીતિ પર ટકેલો છે.દેશની બંધારણીય સંસ્થાઓને નબળી પાડવામાં આવી રહી છે.આ સરકાર વિદેશ નીતિના મોરચે પણ નિષ્ફળ ગઈ છે.

Previous articleયુક્રેન સરહદેથી રશિયાએ દળો પાછા ન ખેંચ્યા હોવાનો અમેરિકાનો દાવો
Next articleપીઠી ચોળવાની તૈયારી કરી રહેલી મહિલાઓ કૂવામાં પડી, ૧૩નાં મોત