મહુવા નેસવડ ચોકડી પાસે બાયો ડીઝલ પંપ પર આગ ભભૂકી ઉઠી એક વ્યક્તિ ઘટના સ્થળે બળીને ભડથું બે ગંભીર

142

બાયો ડીઝલ પંપ પર ડીઝલ ભરતી વેળાએ આગ લાગી મહુવા પોલીસ મામલતદાર સહિતનો કાફલો દોડી ગયો
ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં બાયપાસ રોડપર નેસવડ ચોકડી પાસે એક બાયો ડીઝલ પંપ પર એકાએક આગ ભભૂકી ઉઠતાં એક ડ્રાઈવર સળગી જતાં ઘટના સ્થળે મોત નિપજ્યું હતું જયારે બે વ્યક્તિ ગંભીર રીતે દાઝી જતાં સારવાર અર્થે પ્રથમ મહુવા ત્યારબાદ વધુ સારવાર અર્થે ભાવનગર સર.ટી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતાં.

સમગ્ર બનાવ અંગે સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર શહેર ઉપરાંત જિલ્લાના મહુવા નેસવડ ચોકડી પાસે બાયો ડીઝલના હાટડા પર આગ ભભૂકી ઉઠતાં એક વ્યક્તિ નું સળગી જતાં મોત નિપજયું હતું અને બે વ્યક્તિ ગંભીર રીતે દાઝ્‌યા છે. મહુવા શહેરમાં બાયપાસ રોડપર નેસવડ ચોકડી નજીક બપોરે એક ટ્રક જેવા વાહનમાં બાયો ડીઝલ ભરવામાં આવી રહ્યું હતું એ દરમ્યાન આગ લાગતાં વાહનનો ડ્રાઈવર આગમાં સપડાયો હતો જેને બચાવવા જતાં અન્ય બે વ્યક્તિ ઓ પણ ગંભીર રીતે દાઝી ગયાં હતાં પરંતુ એક વ્યક્તિ ઘટના સ્થળે સળગી ભડથું થઈ ગયો હતો. જયારે ગંભીર રીતે દાઝેલા બે વ્યક્તિ ઓને તત્કાળ સારવાર અર્થે પ્રથમ મહુવા ત્યારબાદ વધુ સારવાર અર્થે ભાવનગર સરટી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતાં આ બનાવની જાણ મહુવા પોલીસને થતાં ડીવાયએસપી, મામલતદાર તથા પુરવઠા વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી.

Previous articleભાવનગરની એવી શાળા કે જ્યાં કોરોના કાળમાં પણ શિક્ષણ અટક્યું નથી
Next articleચાલો નિશાળે, વર્ગખંડો ફરી ગુંજી ઉઠ્યા