આગામી 13 તારીખે રાણપુર કોર્ટ ખાતે રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે

17

રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ નવી દિલ્હી તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદ તેમજ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ બોટાદના આદેશ અનુસાર રાણપુર તાલુકાની કાનુની સેવા સમિતિ દ્વારા પ્રિન્સિપાલ સિવિલ જજ અને જ્યુડી.મેજી.ફ.ક.કોર્ટ રાણપુર ખાતે તારીખ 13-8-2022 ના રોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે આ લોક અદાલતમાં સમાધાનપાત્ર તમામ દીવાની તથા ફોજદારી કેસોનો સમાધાનથી નિકાલ કરવામાં આવશે આ લોક અદાલતમાં પી.જી.વી.સી.એલ., નેગોશીયેબલ એક્ટ(ચેક રીર્ટન),બેન્ક ને લગતા કેસો,લગ્ન વિષયક કેસો,રેવન્યુ કેસ વગેરે સમાધાન માટે રાખવામાં આવનાર છે…
તસવીર-વિપુલ લુહાર,રાણપુર