રાણપુર પાસે આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ ખાતે ભવ્ય હીંડોળા ઉત્સવનો પ્રારંભ

25

ભગવાનશ્રી સ્વામિનારાયણ ની પ્રસાદીની ભુમી અને જે ભુમી ઉપર પગ મુકવાથી જીવન ધન્ય બની જાય છે એવા બોટાદ જીલ્લાના રાણપુર પાસે આવેલ લોયાધામ ખાતે પ.પૂ.સ.ગુ.શા.શ્રી ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી હીંડોળા ઉત્સવનો શુભારંભ કરવામાં આવ્યો. શ્રાવણ સુદ નોમના દિવસે ખૂબ મોટી સંખ્યામાં હરિભક્તો ભગવાનને ઝુલાવવા ઉમટી પડ્યા હતા. પૂજય સ્વામીજીએ હીંડોળા ઉત્સવનું માહાત્મ્ય સમજાવ્યું હતું. સ્વામીજીએ રીબીન કટીંગ કરી હીંડોળાને દર્શન માટે ખૂલ્લા મૂક્યા .થર્મોકોલના કલાત્મક હીંડોળામાં ભગવાન શ્રી સ્વામિનારાયણ ઝુલતા હતા તે જોઈને સહુ કોઇના હૈયા આનંદથી ઉભરાતા હતા. આસપાસના અનેક ગામડામાંથી હરિભક્તોએ આ પ્રસંગનો લાભ લીધો હતો. અંતે પ્રસાદ લઈ સહુ છૂટ્યા પડ્યા હતા…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

Previous articleઆગામી 13 તારીખે રાણપુર કોર્ટ ખાતે રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે
Next articleસાળંગપુર હનુમાનજી દાદાને શિવ સ્વરૂપા વાઘાનો અને પવિત્રતાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો