બિઝનેસ સેન્ટરમાં માસ્ક ડ્રાઇવ આવતા અફડાતફડીનો માહોલ વેપારીઓ એકઠા થયા : દુકાનો ટપોટપ બંધ કરી

349

તંત્ર દ્વારા કેટલાય સમયથી ટીમો બનાવી શહેરમાં માસ્ક ડ્રાઇવ કરવામાં આવી રહેલ છે અને માસ્ક નહીં પહેરનાર લોકો પાસેથી દંડ વસુલવામાં આવી રહ્યો છે.
આજે બપોરના સમયે અચાનક શહેરના ઘોઘાગેટ ચોકમાં આવેલ બિઝનેસ સેન્ટરમાં માસ્ક ડ્રાઇવની ટીમ આવી ચડતા અને માસ્ક વિનાના લોકો પાસેથી દંડનીય કાર્યવાહી શરૂ કરતાની સાથે જ વેપારીઓમાં અફડાતફડી સર્જાઇ હતી અને દેકારા પડકારા સાથે વેપારીઓએ દુકાનો ટપોટપ બંધ કરી દિધી હતી અને બિઝનેસ સેન્ટર બહાર લોકોના ટોળેટોળા એક્ઠા થયા હતા. અગાઉ રેપીડ ટેસ્ટની ટીમોથી લોકો ડરતા હતા તેની જેમ હવે માસ્ક ડ્રાઇવથી પણ લોકો ડરી રહ્યા છે અને દુકાનો બંધ કરી રહ્યા છે પરંતુ માસ્ક પહેરી રાખે તો કોઇ જાતનો દંડ થવાનો નથી કે પણ લોકોએ ધ્યાનમાં રાખવું જોઇએ.

Previous articleકોંગ્રેસ દ્વારા તરસમિયાના પાણી પ્રશ્ને માટલા ફોડ્યા અને ખેડુતોના પ્રશ્ને બીલની હોળી કરાઈ
Next articleરોશનીનાં ઝળહળાટ સાથે ક્રિસમસ પર્વ ઉજવવા ચર્ચો અને મીશનરી શાળાઓ સજ્જ