બોરતળાવ ફરવા આવતા યુગલોના મોબાઇલ સહિતની લૂંટ ચલાવતી ગેંગ પોલીસ હિરાસતમાં

10

બે મોબાઇલ અને ૧ રિક્ષા સાથે ચાર શખ્સોને નેત્રમની મદદથી બોરતળાવ પોલીસે ઉઠાવી લીધા
ભાવનગર શહેરના બોરતળાવ કિનારે ફરવા આવતા લોકો જેમાં ખાસ કરીને યુગલો અને પ્રેમી પંખીડાઓને ધમકી આપી મોબાઇલ સહિતની લૂંટ ચલાવતી ગેંગ સક્રીય થયેલ જેને બોરતળાવ પોલીસે પોકેટ કોપ અને નેત્રમની મદદથી ઝડપી લીધી હતી. ચારેક દિવસ પૂર્વે બોરતળાવ કિનારે ફરવા આવેલા યુગલોને ધમકી આપી કેટલાક શખ્સો મોબાઇલની લૂંટ ચલાવી રિક્ષામાં નાસી છુટ્યાની પોલીસ ફરિયાદ નોંધાયેલ. જે સંદર્ભે જિલ્લા પોલીસ વડા દ્વારા આરોપીઓને ઝડપી લેવા કડક સુચના આપેલ જે અંગે બોરતળાવ પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી રાહે હકિકત મળેલ કે બોરતળાવ વિસ્તારમાં મોબાઇલની લૂંટમાં વપરાયેલી રિક્ષા નં.જીજે-૦૪-એયુ-૨૨૪૯ ઇસ્કોન ક્લબથી કાળિયાબીડ કાચા રસ્તા તરફ જાય છે આથી પોલીસે બાતમીવાળી જગ્યાએ જઇ નેત્રમની મદદ વડે બાલવાટીકા પાસેથી રિક્ષા મળી આવેલ જેમાં ચાર ઇસમો જોવા મળેલ તે પૈકી શાહરૂખ ઉર્ફે નવાબ હનીફભાઇ પઠાણ, શક્તિસિંહ રણજીતસિંહ ગોહિલ, મહંમદહુસૈન રફીકભાઇ હમીદાણી તથા સુનિલ આલજીભાઇ રાઠોડ મળી આવેલ જેની તલાસી લેતા તેની પાસેથી બે મોબાઇલ મળી આવ્યા હતા અને પુછપરછ કરતા બોરતળાવ કિનારે ફરવા આવેલા લોકો પાસેથી ઝુંટવી લીધા હતા તેવી કબુલાત આપી હતી. આથી પોલીસે મોબાઇલ, રિક્ષા સહિત કબ્જે લઇ ચારેયની ધરપકડ કરી હતી.

Previous articleભાવ. શહેર જિલ્લામાં શાળા પ્રવેશોત્સવની તૈયારીઓ અંગેની સમીક્ષા બેઠક કલેકટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં યોજાઈ
Next articleશહેરમાં રથયાત્રાનો કેસરીયો માહોલ