ચેમ્બર ઓફ કોમર્સનું પ્રતિનિધી મંડળ શિક્ષણમંત્રી જીતુભાઈની મુલાકાતે

596

ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી રાજ્યની કેબિનેટમાં શિક્ષણમંત્રી તરીકે નિયુક્ત થતા તેમને શુભેચ્છા પાઠવવા અને અભિવાદન માટે ગાંધીનગર ખાતે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિ મંડળે રૂબરૂ મુલાકાત લીધેલ . સૌરાષ્ટ્ર ચેમ્બર ના પ્રમુખ કિરીટભાઈ સોનીની આગેવાની હેઠળના આ પ્રતિનિધિ મંડળમાં ઉપપ્રમુખ તેજસભાઈ શેઠ , માનદમંત્રી પ્રકાશભાઈ ગોરસિયા , ચેમ્બરના પૂર્વપ્રમુખ મેહુલભાઈ વડોદરિયા , ચેમ્બર સાથે સંલગ્ન વિવિધ એસોસિએશન જેવા કે ભાવનગર પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન , ભાવનગર ડીસ્ટ્રીકટ સોલ્ટ મેન્યુફેક્ચરર્સ’એસોસિએશન , બિલ્ડર્સ એસોસિએશન , વિગેરેના હોદ્દેદારો , ચેમ્બરની વિવિધ કમિટીના ચેરમેન તથા મેનેજીંગ કમિટીના સભ્યો જોડાયેલ. મંત્રી જીતુભાઈ વાઘાણીએ અતિ વ્યસ્તતા વચ્ચેથી સમય ફાળવી સૌને મળેલ .