વડોદરા ગોત્રી બહુચર્ચિત દુષ્કર્મનો આરોપી અશોક જૈન પાલીતાણા ધર્મશાળામાથી ઝબ્બે

451

ત્રણ રાજ્યોમાં તપાસ કરી રહેલ પોલીસને મોટી સફળતા મળી
રાજ્ય ભરમાં ચર્ચાના ચક્રાવે ચડેલ વડોદરા ના ગોત્રીમા એક યુવતી પર પાવાગઢ મંદિરના ટ્રસ્ટી તથા એક અન્ય આરોપીએ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું જે અંગે થયેલ પોલીસ ફરિયાદ ના અંતે પાવાગઢ મંદિર ના ટ્રસ્ટી રાજુભટ્ટ ની પોલીસે ધડપકડ કરી હતી પરંતુ અશોક જૈન નામનો આરોપી નાસતો ફરતો હોય જેને પકડવા રાજ્ય ભરની પોલીસને સતર્ક કરવામાં આવી હતી અને બે રાજયોમાં સર્ચ ઓપરેશન શરૂ હતું એ દરમ્યાન અશોક જૈન નાટ્યાત્મક રીતે ભાવનગર જિલ્લાના પાલીતાણા સ્થિત એક ધર્મશાળા માથી મળી આવ્યો હતો જેની પોલીસે ધડપકડ કરી વડોદરા રવાના થઈ હતી. વડોદરાના ગોત્રી ખાતે થોડા દિવસો પૂર્વે એક યુવતી પર પાવાગઢ ના ટ્રસ્ટી રાજુભટ્ટ તથા અશોક જૈન નામનાં શખ્સોએ યુવતીને અવનવા પ્રલોભનો આપી પોતાની હવસનો શિકાર બનાવી હતી તથા આ બનાવ અંગે સોશ્યિલ મિડીયા માં વિડિયો પણ વાઈરલ થયા હતા સમગ્ર રાજ્ય માં આ પ્રકરણ ગાજ્યુ હતું અને આ મુદ્દે યુવતી એ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી તથા તેનાં પર વિતેલ ત્રાસ ની યાતનાઓ વર્ણવી હતી આ મુદ્દે ઉચ્ચ કક્ષાએ થી તપાસ ના આદેશો છુટતા રાજ્ય ભરમાં પોલીસ તંત્ર ને સતર્ક કરવામાં આવી હતી પ્રથમ રાજુભટ્ટ ઝડપાયા બાદ આરોપી અશોક જૈનને ગમે તે ભોગે શોધી કાઢવા પોલીસ આકાશ- પાતાળ એક કરી રહી હતી અને ગુજરાત સહિત અન્ય પડોશી રાજ્યોમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં તપાસ કર્તા ટીમને એક મહત્વપૂર્ણ કડી હાથ લાગી હતી જેમાં આરોપી અશોક મોબાઈલ મારફતે તેનાં અમદાવાદમાં રહેતા ભત્રીજા સાથે સતત સંપર્ક માં હોય આથી ભત્રીજાનો મોબાઈલ ટ્રેસ કરી ઓબ્ઝર્વમાં મૂકતાં ભત્રીજા ના સંપર્કમાં રહેલ વ્યક્તિ અશોક જૈન હોવાનું ખુલ્યું હતું અને આ ભાગેડુ ભાવનગર જિલ્લાના પાલીતાણા થી કોલ કરી સંપર્કમાં રહેતો હોવાનું ફલિત થતાં એક ટીમ ગત રાત્રે પાલીતાણા આવી હતી અને અતિ અદ્યતન ટેકનિકલ માધ્યમોની મદદ વડે આરોપીનુ લોકેશ શોધી કાઢ્યું હતું જેમાં ભાગેડુ અશોક પાલીતાણા ના તળેટી વિસ્તારમાં આવેલી એક ધર્મશાળા માં આશરો લીધો હતો આથી વહેલી સવારે પોલીસ ની ટીમે અશોકને દબોચી લીધો હતો અને પ્રારંભિક પુછપરછ હાથ ધરતા તેણે જણાવ્યું હતું કે વડોદરા થી નિકળ્યા બાદ તે ધોલેરા આવ્યો હતો જયાં કોઈ સ્થળે રહ્યાં બાદ પાલીતાણા ધર્મશાળા માં પહોંચ્યો હતો આથી પોલીસે આરોપી અશોક જૈનની ધડપકડ કરી વડોદરા રવાના થઈ હતી.

Previous articleભાવનગરમાં ચોરીના 17 મોબાઈલ સાથે એક શખ્સ ઝડપાયો
Next articleચેમ્બર ઓફ કોમર્સનું પ્રતિનિધી મંડળ શિક્ષણમંત્રી જીતુભાઈની મુલાકાતે