રશિયાને જવાબ આપવા નાટો દેશ તૈયાર, યુએસની સેના યુક્રેન ભણી

78

રશિયાએ યુક્રેન પર આક્રમણ કરી દીધા બાદ હવે નાટો દેશોએ રશિયાને જવાબ આપવા માટેની તૈયારી કરી લીધી છે. નાટો સંગઠનની બેઠકમાં ઉપરોક્ત નિર્ણય લેવામાં આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે, અમે્‌રિકાની આગેવાની હેઠળના આ સંગઠનમાં ૩૦ જેટલા દેશો સામેલ છે. નાટો સંગઠનની બેઠક બાદ નિવેદન આપવામાં આવ્યુ હતુ કે, સહયોગી દેશોની રક્ષા માટે અમે કટિબધ્ધ છે. એવુ કહેવાઈ રહ્યુ છે કે, અમેરિકાએ પોતાની સેનાને યુક્રેન તરફ મોકલવાનુ શરુ કરી દીધુ છે.અમેરિકન સૈનિકો લાતવિયા નામના દેશમાં પહોંચી શકાય છે. જ્યાંથી રશિયન સેનાને પાછી ધકેલવાનુ કામ થઈ શકે તેમ છે.જોકે રશિયા પોતાનુ આક્રમણ રોકવા માટે તૈયાર દેખાઈ રહ્યુ નથી.આ સંજોગોમાં નાટો દેશો અને અમેરિકાની દરમિયાનગીરી જ યુક્રેનને રશિયાના હાથમાંથી જતા બચાવી શકે તેમ છે.

Previous articleભારત તટસ્થ, કટોકટીના શાંતિપૂર્ણ ઉકેલની આશા
Next articleબજારમાં રોકાણકારોના ૧૦ લાખ કરોડથી વધુનું ધોવાણ