સરિતા સોસાયટીમાં હીરાના બે કારખાના સીલ, વધુ કેટલીક મિલ્કતો તંત્રના રડારમાં

304

મ્યુ.ફાયર બ્રિગેડ વિભાગે બે મિલ્કત સીલ કર્યા બાદ આજે પણ આગળ ધપશે કાર્યવાહી
ભાવનગર મહાપાલિકાએ ફાયર સેફટી મામલે ફરી વખત કાર્યવાહી હાથ ધરી છે, બુધવારે સાંજના સુમારે શહેરના સરીતા સોસાયટીમાં હીરાના બે કારખાનાઓ સીલ કરવામાં આવ્યા હતા જ્યારે આજે પણ સીલીંગ કાર્યવાહી આગળ ધપશે તેમ ચીફ ફાયર ઓફિસર એ જણાવ્યું હતું. ફાયર સેફટી માટે હાઇકોર્ટ કડક વલણ અપનાવ્યું છે અને વખતો વખત મુદ્દતમાં બોલાવી મોપાટ લેવાઇ રહી છે.

ત્યારે ભાવનગર મહાપાલિકા પણ સમયાંતરે ફાયર સેફટી માટે મિલ્કતો સીલ કરી કાર્યવાહી થઈ રહી હોવાનું પુરવાર કરી રહ્યું છે. જોકે, તંત્રની કડકાઈની કોઈ અસર ન હોય તેમ ભાવનગરમાં અનેક હાઇરાઇઝ બિલ્ડીંગો ફાયર સેફ્ટીના સાધનો વગર ધમધમે છે. ગઈકાલે મહાપાલિકા એ સરિતા સોસાયટીના કંચન નીવાસ પ્લોટ નંબર ૯ – ૩ અને પ્લોટ નંબર ૧૨ને સીલ કર્યા હતા. મ્યુ. ચીફ ફાયર ઓફિસર ડો. હિરપરાએ સૌરાષ્ટ્ર આસપાસ દૈનિક સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું કે ફાયર સેફટી અમલીકરણ મામલે મહાપાલિકા તંત્ર પૂરતું ગંભીર છે સમયાંતરે મિલકત ધારકોને નોટિસ આપી ચેતવવામાં આવી રહ્યા છે તેમ છતાં આંખ આડા કાન કરતા આસમીઓની મિલકતને સીલીંગ કરવાની કડક કાર્યવાહી કરવામાં આવે છે, આજે બપોર બાદ પણ વધુ બે થી ત્રણ મિલકતો સીલ કરાશે તેમ ઉમેર્યું હતું.

Previous articleધંધુકા-બગોદરા હાઈવે પર ફેદરા ગામ પાસે બોલેરો જીપ-રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત
Next articleશેત્રુંજી ડેમ ખાતે પાણીના પરબનું થયેલુ લોકાર્પણ