ધંધુકા-બગોદરા હાઈવે પર ફેદરા ગામ પાસે બોલેરો જીપ-રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત

461

અકસ્માતમાં નવ વર્ષનાં બાળકનું ઘટનાસ્થળે મોત : અન્ય આઠ ઈજાગ્રસ્ત
ધંધુકા બગોદરા હાઈવે ઉપર ફેદરા ગામ નજીક ગેલોપ્સ હોટલ પાસે સાંજના સમયે બોલેરો જીપ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા રિક્ષામાં સવાર એક બાળક નુ ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.અન્ય ચાર વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત તેમજ ચાર વ્યક્તિઓ સામાન્ય ઇજાગ્રસ્ત બનતા તમામને ધંધુકા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
ઇજાગ્રસ્તોમાં દેવજીભાઈ ગફુરભાઈ નાયક (ઉ.વ.૫૦. અલમપુર), ક્રિષ્ના રાજુભાઈ નાયક (ઉ.વ. ૧૬, અલમપુર), અસ્મિતા પ્રવિણભાઈ નાયક (ઉ.વ.૨૩ અલમપુર), સવિતાબેન ઘનશ્યામભાઈ નાયક (ઉ.વ.૪૨), લક્ષ્મીબેન નાયક (ઉ.વ.૪૦), કૃનાલ શૈલેષભાઈ નાયક (ઉ.વ.૧૩, ગોંડલ), ઘનશ્યામભાઈ બહાદુરભાઇ ઝાલાવાડી (ઉ.વ.૫૫, ગામ ચાસ્કા), લીલાબેન નાયક (ઉ.વ.૬૦, ગામ ચાસ્કા) તથા ચિરાગ પ્રવિણ નાયક (ઉ.વ.૦૯)નુ ઘટનાસ્થળે જ મોત થતાં ચકચાર મચી જવા પામી છે. રિક્ષામાં સવાર નાયક પરિવાર બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના અલમપુર ગામના હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત અંગે ઘટનાની જાણ થતાં ધંધુકા/ફેદરા/પીપળી ત્રણ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી હતી. આ અંગે પોલીસે આગળ તપાસ હાથ ધરી છે.

Previous articleભાવનગરમાં છઠ્ઠા દિવસ કોરોના નવા બે કેસ નોંધાયા, ૧ દર્દી ડિસ્ચાર્જ
Next articleસરિતા સોસાયટીમાં હીરાના બે કારખાના સીલ, વધુ કેટલીક મિલ્કતો તંત્રના રડારમાં