ભાવનગર મંડળમાં “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ”ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

64

પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન ભાવનગર દ્વારા વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું
પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠન ભાવનગરના અધ્યક્ષા શ્રીમતી તુહિના ગોયલના નેતૃત્વમાં વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી શ્રીમતી અરિમા ભટનાગર ના માર્ગદર્શન માં કાર્મિક વિભાગના સહયોગથી ભાવનગર ડિવિઝનમાં વિવિધ કાર્યક્રમો યોજીને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ વખતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ૨૦૨૨ ની થીમ “જેંડર ઇક્વૈલિટી ફોર એ સસ્ટેનેબલ ટુમોરો” છે.રેલ્વે સ્કુલ, ભાવનગર પરા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્લોગન (ઘોષ) સ્પર્ધા, વેસ્ટ માં થી બેસ્ટ સ્પર્ધા, હસ્તકલા સ્પર્ધા, પોસ્ટર/ડ્રોઇંગ સ્પર્ધાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેવી જ રીતે અન્ય સ્પર્ધાઓ જેવી કે મેંદી સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, નૃત્ય સ્પર્ધા અને નાટક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત સ્પર્ધાઓમાં રેલ્વે મંડળની શાળાની છાત્રાઓ અને મહિલા કર્મચારીઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓએ સુંદર નૃત્ય રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. વિવિધ સ્પર્ધાઓમાં વિજેતાઓને તુહિના ગોયલ, અધ્યક્ષા, પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન – ભાવનગર પરા અને મનોજ ગોયલ, ડિવિઝનલ રેલવે મેનેજર દ્વારા પુરસ્કૃત કરવા માં આવ્યા હતા. કાર્યક્રમના અંતે પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠન-ભાવનગર પરાના સેક્રેટરી કિરણ હંસેલિયાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

Previous articleકમુહર્તા બેસે તે પૂર્વે ડિસ્ટ્રીકટ બેંકના હોદેદારોની તાજપોશી, ચેરમેન કેશુભાઈ નાકરાણી- ઉપ ચેરમેન પદે માનસીંગભાઈ નકુમ
Next articleમારો પુત્ર પ્લાસ્ટિકની ગનથી રમતો હતો- મંત્રી મકવાણા