કમુહર્તા બેસે તે પૂર્વે ડિસ્ટ્રીકટ બેંકના હોદેદારોની તાજપોશી, ચેરમેન કેશુભાઈ નાકરાણી- ઉપ ચેરમેન પદે માનસીંગભાઈ નકુમ

64

ભાવનગર ડિસ્ટ્રીકટ બેંકની તાજેતરમાં યોજાયેલી રસાકસીભરી ચૂંટણીના અંતે ભાવનગર જિલ્લા સહકારી ક્ષેત્રે દાયકાઓથી કોંગ્રેસના દબદબા વચ્ચે પ્રથમ વખત ભાજપે ધમાકેદાર એન્ટ્રી કરીને ૧૬ પૈકી ૧૩ બેઠકો જીતીને સત્તા આંચકી લીધી છે . જ્યારે કોંગ્રેસના શિરે માત્ર ૩ બેઠકો આવી હતી. ભાજપના હાથમાં ભાવનગર ડિસ્ટ્રીકટ બેંકની સતા આવતા આજે બપોરે તાજપોષી યોજાઈ હતી.

આજે સાંજે કમુહર્તા બેસે એ પૂર્વે બપોરે તાજપોષી યોજાઈ હતી. પ્રદેશ મોવડીમંડળની હાજરીમાં બેંકના ચેરમેન અને ડે.ચેરમેનની તાજપોશીની ઔપચારિકતા સામાન્ય સભામાં થઈ હતી. આ પૂર્વે શહેરના ઓમ પાર્ટી પ્લોટ ખાતે ભાજપના મોવડીઓની હાજરીમાં સંમેલન યોજાયુ હતું જયાંથી રેલી , સરઘસ સ્વરૂપે ડિસ્ટ્રી . બેંકની ઓફિસે જઈ બન્ને પદ માટે ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા, ચેરમેન પદે ગારિયાધારના ધારાસભ્ય કેશુ નકરાણી નિશ્ચિત હતા. જયારે ડે. ચેરમેન પદ માટે સિહોરના પૂર્વ નગરપતિ માનશંગભાઈ નકુમની તાજપોષી થઈ હતી. પદગ્રહણ સમારોહમાં સંગઠનમાંથી પ્રદેશ મંત્રી રઘુભાઈ હૂંબલ, ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા, સાંસદ ભારતીબેન શિયાળ સહિતના અગ્રણીઓ, જિલ્લા સંગઠન અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકત્ર રહ્યા હતા.

Previous articleયુક્રેનનાં સુમીમાં ફસાયેલા ૭૦૦ વિદ્યાર્થીઓને બહાર કાઢવાનું મિશન શરૂ
Next articleભાવનગર મંડળમાં “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ”ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી