જિલ્લાની ૬ મો.સા.ની ચોરીનો ભેદ ઉકેલતી બોટાદ એલસીબી

1106

એલ.સી.બી સ્ટાફ બરવાળા પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગમા હતા. તે દરમ્યાન  સાથેના સ્ટાફના પો.કો બળદેવસિંહ ફતેસિંહ લીંબોલા તથા હે.કો રામદેવસિંહ દેવુભા મોરી ને ચોક્કસ બાતમી હકીકત મળેલ કે સાળંગપુર ગામના પશવાભાઇ પટેલની વાડીએ બહારના રાજ્યમાંથી આવેલ ખેત મજુરો પાસે ચોરીના મોટર સાયકલ છે અને આ ખેત મજુરો તેમની વાડીએ હાજર છે. જે આધારે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા જુદી જુદી કંપનીના કૂલ – ૦૬ મો.સા તથા કૂલ ૦૪ આરોપીઓ મળી આવેલ છે. જેમા ત્રણ મો.સા સાળંગપુર તા.બરવાળા જી. બોટાદ ખાતેથી તથા એક મો.સા ચોટીલા ડુંગર નીચેથી તથા એક મો.સા અમરેલી બસ સ્ટેન્ડ તથા સિવીલ હોસ્પીટલ વચ્ચેના રસ્તા ઉપર થી તથા એક મો.સા પોતાના વતન મધ્યપ્રદેશ ખાતેથી ચોરી કર્યા હોવાની કબુલાત આપેલ છે.

એલસીબીએ  ઉકેશ મિથુનભાઇ મેડા જાતે-ભીલ (ઉ.વ. ૧૯, રહે. બોટાદ), રાકેશ નગીનભાઇ મેડા જાતે-ભીલ (ઉ.વ. ૨૨, રહે. અમરેલી)  દિનેશ રમેશભાઇ માવી જાતે- ભીલ (ઉ.વ.૨૦, ગોંડલ)  મુકેશભાઇ નગીનભાઇ મેડા જાતે ભીલ (ઉવ. ૧૯, રહે. બોટાદ)ને  ૬ મો.સા. સાથે ઝડપી પાડ્યા હતાં. આ કામગીરીમા  પોલ્રીસ અધીક્ષક હર્ષદ મહેતોની સુચના તથા માર્ગદર્શન મુજબ એલ.સી.બી શાખાના પો.ઇન્સ એચ.આર.ગોસ્વામી તથા સટાફના એ.એસ.આઇ ડી.એમ.ત્રીવેદી તથા હેડ.કોન્સ લક્ષ્મણદેવસિંહ, ભગવાનભાઇ, જીજ્ઞેશભાઇ, પ્રવીણસિંહ, રામદેવસિંહ, વનરાજભાઇ, તથા પો.કોન્સ બળદેવસિંહ, ક્રીપાલસિંહ, પુરવભાઇ,કનકસિંહ વિ. એ કરેલ છે.

Previous articleવીજ કંપનીએ ડસ્ટબીન કેદ કર્યા…!!!
Next articleસપના ચૌધરીએ ‘હંસા-એક સન્યોગ’ ના ટ્રેલરની રજૂઆત કરી!