અમદાવાદમાં રોડ શો યોજી ચૂંટણી પ્રચાર શરૂ કરતા મોદી

58

એરપોર્ટથી કમલમ સુધી યોજાયેલા આ રોડ શોમાં ચાર લાખ લોકો ઉમટી પડ્યા હતા : રુટ પર ઠેર-ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું
અમદાવાદ, તા.૧૧
૧૦ માર્ચે જાહેર થયેલા પાંચ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ચાર રાજ્યોમાં ભાજપની જીત થઈ છે ત્યારે આ જ વર્ષે ચૂંટણી યોજાવાની છે તેવા ગુજરાતમાં પીએમ મોદીએ આજે વિશાળ રોડ શો કર્યો હતો. પીએમ ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. તેઓ આજે સવારે ૧૧ વાગ્યાના અરસામાં અમદાવાદ આવી પહોંચ્યા હતા, અને એરપોર્ટ પરથી જ તેમનો રોડ શો શરુ થયો હતો જે કમલમ સુધી ચાલ્યો હતો. પીએમના રોડ શોમાં તેમની સાથે ખૂલ્લી જીપમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પક્ષના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ પણ જોડાયા હતા. પીએમના રોડ શોમાં ગ્રામપંચાયત, તાલુકા અને જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો હાજર રહ્યા. પંચાયત સંમેલનમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પ્રતિનિધિ તથા ધારાસભ્યો અને સાંસદ સભ્યો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી. જીએમડીસી ખાતે તૈયાર કરવામાં આવેલા વિશાળ ડોમમાં બેસવા માટે ૧ લાખથી વધારે ખુરશીઓ ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત સુરક્ષાને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ગાંધીનગર રાજભવન ખાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વડાપ્રધાનનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે રાજભવનના વરિષ્ઠ અધિકારીઓએ પણ ઉપસ્થિત રહીને વડાપ્રધાનનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું. ગાંધીનગર કમલમ ખાતે વડાપ્રધાનની બેઠક પૂર્ણ. બેઠકમાં વડાપ્રધાને ભાજપના પદાધિકારીઓને સંબોધીત કર્યા હતા. બેઠક પૂર્ણ થયા બાદ તેઓ રાજભવન ખાતે જવા માટે રવાના થયા હતા. એરપોર્ટથી કમલમ સુધીના ભવ્ય રોડ શો બાદ વડાપ્રધાન મોદી કમલમ ખાતે ભાજપના ધારાસભ્યો, સાંસદો, પક્ષના હોદ્દેદારો સાથે સંવાદ સાધ્યો. આ બેઠક માટે પદાધિકારીઓ સહિત માત્ર ૪૩૦ આગેવાનોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. સુરક્ષાના કારણોસર સૌ આગેવાનોને ડિઝિટલ કિયોસ્કથી જ કમલમમાં પ્રવેશ મળવાનો હોવાથી પોતાના કોઈ વ્યક્તિને નલાવવા અને પ્રદેશ કાર્યલાયમાં સામૂહિક વાહનમાં આવવા આદેશ કરવામાં આવ્યો હતો.
વડાપ્રધાન સાથે સ્ટેજ પર ભૂપેન્દ્ર પટેલ, સી.આર પાટીલ સહિતના ૧૦ નેતાઓ જ ઉપસ્થિત રહ્યા હતા. એરપોર્ટથી કમલમ સુધીના ૧૦ કિમી લાંબા રોડ શો બાદ આશરે ૨ કલાકે વડાપ્રધાન મોદીનો કાફલો કમલમ ખાતે પહોંચી ગયો હતો. કમલમના પ્રવેશ દ્વાર ખાતે ફૂલોનો વરસાદ કરીને વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleયુક્રેનથી હેમખેમ પરત આવેલા છાત્રો પણ રોડ શોમાં જોડાયા