નવ તોલા સોનું મુળ માલીક ને પરત કરતા એવા વિજયભાઈ ડાંગરે માનવતા નુ ઉત્તમ ઉદાહરણ પુરું પાડેલ છે

83

ભાવનગર લીલા સર્કલ નજીક થી આઠ તોલા નો સોના નો ચેન અને એક તોલા નુ પેડલ મળી આવ્યું હતું કુલ નવ તોલા સોનું વિજયભાઈ ડાંગર મળેલ તેમને મુળ માલીક વિપુલભાઈ હરકટ ભુભલી ને પરત આપેલ છે તેમણે ઘોર કળયુગ મા માનવતા નુ ઉદાહરણ પુરું પાડેલ છે આજકાલ ચોરી અને લૂંટના એટલા બનાવો વધી રહ્યા છે કે, એકવાર ગુમાવેલી વસ્તુઓ પરત મળતી નથી. પરંતુ આજના જમાનામાં પણ ઈમાનદારી જેવા શબ્દો આજે પણ છે. ભાવનગરના વતની વિજયભાઈ ડાંગરને ભાવનગર લીલા સર્કલ નજીક થી આઠ તોલાનો સોનાનો એક ચેન અને એક તોલા નું પેન્ડલ મળી આવ્યું હતું. તો તેમણે તરત જ વસ્તુ ના મૂળ માલિક નો કોન્ટેક્ટ કરીને સોનાની ચેન અને પેન્ડલ પરત કર્યું હતું. આથી કહી શકાય કે આજના જમાનામાં પણ ઈમાનદારી જેવા શબ્દો જીવંત છે.
રિપોર્ટ મૂળશંકર જાળેલા..

Previous articleલોયાધામ સ્વામિનારાયણ મંદીર ખાતે હરીજયંતી સભા તથા ભગવાનને ધાન્ય અન્નકૂટ ધરાવાયો
Next articleસથરા મોક્ષ ધામ (સ્મશાન) મા લાકડા ફાડવા અને સફાઇ કરવા ગામના દરેક લોકો સહભાગી બની ખભેખભો મિલાવીને સરાહનીયકાર્ય કર્યું હતું