સાહિત્યકાર ભાવનગરની મુલાકાતે

79

રઘુવીર ચૌધરીએ પાલિતાણાની માઈધાર લોકવિદ્યાલયની મુલાકાત કરી, શિક્ષણ-ગ્રામવિકાસની સાથે જીવનમાં આગળ વધવા શીખ આપી
સાહિત્યકાર-ચિંતક રઘુવીર ચૌધરી આજે સોમવારના રોજ ભાવનગર જિલ્લાના પાલિતાણા પાસેના માઈધાર ખાતે પંડિત સુખલાલજી લોકવિદ્યાલયની મુલાકાતે આવ્યા હતા, જ્યાં તેમણે વિદ્યાર્થીઓ, કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો. ઉપરાંત વિદ્યાર્થીઓને શિક્ષણ-ગ્રામવિકાસ સાથે જીવનમાં આગળ વધવા શીખ આપી હતી.

નોંધનીય છે કે રઘુવીર ચૌધરી ગુજરાતી કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર, ચરિત્રકાર અને વિવેચક છે. એકાંકી–નાટક, ચરિત્ર, નિબંધ, વિવેચન, સંપાદનક્ષેત્રે પણ તેમણે મહત્ત્વનું પ્રદાન કર્યું છે. વીતેલા વર્ષોમાં ગુજરાતમાં ગુજરાતી ભાષાના અનેક લેખકોએ પોતાના સર્જનથી ગુજરાતી ભાષાસાહિત્યને અણમોલ ખજાનો આપી સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કરાવ્યું છે. જેમાં આજે સોમવારના રોજ પાલિતાણા પાસે આવેલ માઈઘાર ખાતે સાહિત્યકાર રઘુવીર ચૌધરી મુલાકાતે આવ્યા હતા, જ્યાં બાળકો તથા કાર્યકરો સાથે તેમણે વાતચીત કરી હતી. જેમાં તેમણે પોતાના પ્રાસંગીક ઉદબોધનમાં બાળકોને શિક્ષણ અને ગ્રામવિકાસ સાથે જીવનમાં આગળ વધવા શીખ આપી હતી. અહીં સાહિત્યકાર રમેશ દવે અને રામચંદ્રભાઈ પંચોળી પણ તેમની સાથે જોડાયા હતા. સંસ્થા પરિવારના પાતુભાઈ આહીર, એભલભાઈ ભાલિયા, ભાવનાબેન અને કાર્યકરો દ્વારા સુંદર આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં લોકભારતીના કાંતિભાઈ ગોઠી તથા નિગમભાઈ શુક્લ પણ જોડાયા હતા.

Previous articleસથરા મોક્ષ ધામ (સ્મશાન) મા લાકડા ફાડવા અને સફાઇ કરવા ગામના દરેક લોકો સહભાગી બની ખભેખભો મિલાવીને સરાહનીયકાર્ય કર્યું હતું
Next articleભાવનગરનો એ ચા વાળો ગ્રાહકોને ચાની સાથે પીરસે છે લાઈવ મ્યુઝિક, રજનીકાંત સ્ટાઈલમાં ઉકાળે છે ચા