સેટેલાઇટથી જમીન માંપણીમાં થયેલી ક્ષતિ હવે તો સુધારો

86

મહેસુલ મંત્રી ત્રિવેદીને ભાવેશ ગાબાણીની રજુઆત
સમગ્ર રાજ્યમાં સેટેલાઈટ દ્વારા ખેતીની જમીનની માપણીમાં થેયલી ક્ષતિઓ દૂર કરવવા ખેડૂતોએ કરેલી વારંવારની રજુઆતનું પરિણામ શૂન્ય આવ્યું છે ત્યારે ભાવેશ ગાબાણીએ રાજ્યના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, ભાવનગર જિલ્લા કલેકટર અને વલ્લભીપુર મામલતદારને ક્ષતિઓ સુધારવા રજુઆત કરી છે. તંત્ર દ્વારા થયેલી ભૂલને કારણે હજ્જારો ખેડૂતો માટે આ ક્ષતિ હવે સમસ્યાનું રૂપ લઈ રહી છે. સમગ્ર રાજ્ય સહિત ભાવનગર જિલ્લામાં સેટેલાઈટ દ્વારા ખેતીની જમીનની માપણીનું કામ ચાર વર્ષ પહેલાં કરવામાં આવ્યું હતું, આ માપણીમાં યાંત્રિક ભૂલોને લીધે ઘણા ખેડૂતોની જમીનમાં નાની-મોટી વધઘટ દર્શાવવામાં આવી છે, તો અમુક ખેડૂતોની પુરી જમીન રેકોર્ડમાંથી ગાયબ થઈને અન્ય ખેડૂતના સર્વે નંબરમાં દર્શાવવામાં આવી છે. વડીલોપાર્જિત આ જમીનોમાં ઘણી જગ્યાઓ પર વિવાદો સર્જવવા લાગ્યા છે. આ સમસ્યાને લીધે ખેડૂતોને પોતાના ભાઈઓ-પાડોશી ખેડૂતો સાથે વાદ-વિવાદના બનાવો અને ઝગડાનું કારણ બન્યા છે. આ સમસ્યા રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં છે. ખેડૂતો દ્વારા સરકારી ઓફિસોના ધક્કાઓ ખાઈને અરજીઓ લખીને રીસર્વે રેકોર્ડ પ્રમોલગેશન એન્ટ્રી પડે તે પહેલા થયેલી આ યાંત્રિક ક્ષતિઓને દૂર કરવા માટે અરજીઓ કરવામાં આવી હતી છતા આજ સુધી એ પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવ્યું નથી. ખેડૂતો માટે માથાનો દુઃખાવો બનેલ આ સમસ્યાનું ઝડપી નિરાકરણ લાવવા ભાજપના યુવા કાર્યકર, સમાજસેવી તથા વલ્લભીપુર એ.પી.એમ.સી.ના ડાયરેકટર નરશીભાઈના પુત્ર ભાવેશ ગાબાણીએ સંબંધિત તંત્રને રજુઆત કરી છે.
એહવાલ ધમેન્દ્રસિંહ સોલંકી વલ્લભીપુર

Previous articleજળ શક્તિ અભિયાનમાં જન ભાગીદારીને સુનિશ્ચિત કરતાં વિશેષ કાર્યક્રમનું આયોજન
Next article108માં જોડિયા બાળકોની સફળ ડીલીવરી થઈ, 108 સેવા ફરી એકવાર જીવનરક્ષક સાબિત થઈ