૨૮ વિકલાંગ બહેનોને રોજગારી આપી આંતરરાષ્ટ્રીય મહીલા દીવસની અનોખી ઉજવણી

249

રાષ્ટ્રિય અંધજન મંડળ ભાવનગર જિલ્લા શાખા અને અંધજન મંડળ અમદાવાદનાં સયુક્ત ઉપક્રમે સમસારા શીપીંગ પ્રાઈવેટ લીમીટેડ કંપની નાં આર્થિક સહયોગ થી તા.૦૮ માર્ચ ના રોજ અંધ ઉદ્યોગ શાળા ખાતે ચાલતા સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટરમાં જુદી-જુદી વિકલાંગતા ધરાવતા ૨૮ બહેનોને સીલાઈની ૧૦ દિવસ સુધી તાલીમ આપવામાં આવી હતી.ત્યાર બાદ તા.૧૭-૦૩-૨૦૨૨ ના રોજ સમસારા શીપીંગ પ્રાઈવેટ લીમીટેડ કંપનીનાં સી.ઈ.ઓ મુકેશભાઈ ઓઝાના ૬૮મા જન્મદિવસ પ્રસંગે ૨૮ વિકલાંગ બહેનોને સિલાઈ મશીનનું વિતરણ કરવાનો એક કાર્યક્રમ યોજાઈ ગયો. આ પ્રસંગે મહેમાનોનું શાબ્દિક સ્વાગત સંસ્થાના જનરલ સેક્રેટરી લાભુભાઈ સોનાણીએ કર્યું હતું. નંદીનીબેન રાવળ,ભૂષણ પુનાની એ અંધજન મંડળના પ્રોજેકટ અંગેની વિસ્તૃત માહિતી આપી હતી.જ્યારે મુકેશભાઈ ઓઝાએ દિવ્યાંગ બહેનોનાં સર્વાંગી વિકાસ માટે અનેકવિધ પ્રોગ્રામને અમલમાં મુકવા સહકારની ખાતરી આપી હતી.રાષ્ટ્રિય અંધજન મંડળ ભાવનગર જિલ્લા શાખા સંચાલિત સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટરમાં આગામી નાણાકીય વર્ષમાં આ પ્રકારના ૩૦થી વધુ તાલીમી કાર્યક્રમોનું આયોજન કરી ૪૦૦થી વધુ નેત્રહીન ભાઈ બહેનોને પગભર બનાવવા સમસારા શીપીંગ પ્રાઈવેટ લીમીટેડ કંપની તરફથી આર્થિક સહાય કરવામાં આવશે તેવી મુકેશભાઈ ઓઝાએ જાહેરાત કરી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન તારકભાઈ લુહાર (સેક્રેટરી એન.એ.બી રાજ્ય શાખા) કર્યું હતું.અને આભારવિધિ ભરતભાઈ જોષી (ડેપ્યુટી ડાયરેક્ટ) એ કર્યું હતું.

Previous articleકિશિદાએ યુક્રેનમાં હિંસાને તત્કાળ રોકવાનું આહ્વાન કર્યું
Next articleઅભ્યાસક્રમમાં ભગવદગીતાના સમાવેશને મહત્વનું પગલું ગણાવતું ભાવનગર ઈસ્કોન