અભ્યાસક્રમમાં ભગવદગીતાના સમાવેશને મહત્વનું પગલું ગણાવતું ભાવનગર ઈસ્કોન

80

શ્રીમદ્દ ભગવતગીતા દેશનો મુખ્ય વૈદિક ગ્રંથ છે : વેણુગાયકદાસ ઈસ્કોન ધામ
તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં ધોરણ 6 થી 12માં આધ્યાત્મિક ધર્મગ્રંથ શ્રીમદ્દ ભગવતગીતાને અભ્યાસક્રમના વિષય તરીકે સમાવેશ કરી અર્વાચીન ભારતીય સંસ્કૃતિની ધરોહર મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. જે બાબતને રાજ્યમાં સૌપ્રથમ ભાવનગર શહેર સ્થિત ઈસ્કોન સંપ્રદાય દ્વારા શ્રીમદ્દ ભગવતગીતાની આરતી સાથે મહાપૂજા સાથે ગીતા અધ્યાયના પાઠ કરી આવકારવામા આવ્યું છે.

ભાવનગર શહેરના લીલા સર્કલથી સિદસર તરફ જવાના રોડપર “હરેકૃષ્ણ સંપ્રદાયનું ઈસ્કોન ધામ” આવેલું છે. આ ધામનુ સંચાલન કરતાં વેણુગાયકદાસજી દ્વારા તાજેતરમાં સરકાર દ્વારા ધોરણ 6 થી 12 માં શ્રીમદ્દ ભગવતગીતાને અભ્યાક્રમમાં એક અનિવાર્ય વિષય તરીકે સમાવેશ કરવાનાં નિર્ણય ને વધાવ્યો છે. તથા વેણુગાયકદાસજી તથા ઈસ્કોન ધામના સમગ્ર સાધુ-સંત ગણ અને પ્રભુજીઓ માતાજીઓ અનુયાયીઓ એ સરકારના નિર્ણય ને આવકારવા વિશેષ કાર્યક્રમ નું આયોજન ઈસ્કોન ધામ ખાતે કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે વેણુપ્રભુજીએ જણાવ્યું હતું કે, શ્રીમદ્દ ભગવતગીતા જે આપણા ભારત દેશનો મુખ્ય વૈદિક ગ્રંથ છે. ભારત દેશ એ ઋષિ પરંપરાનો દેશ છે. આદી કાળમાં દેશમાં આવેલ અભ્યાસ પરંપરામાં ગુરૂકુળ હતા. જેમાં ભગવતગીતા મહાભારત, રામાયણ જેવા ગ્રંથોને ગુરૂ-શિષ્ય પરંપરા ભણાવવામાં આવતા હતા. જેમાં રાજ વિદ્યા ભક્તિ વિદ્યા કર્મ વિદ્યા દ્વારા અભ્યાસ કરાવવામાં આવતો હતો. આજે વર્ષો બાદ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે. એ નિર્ણય થકી ભારતનું ભાવી મજબૂત બનશે અને દેશના તમામ રાજ્યના શિક્ષણ પ્રથામાં ભગવતગીતાનો સમાવેશ કરવામાં આવે એવી નેમ વ્યક્ત કરી હતી. તેમજ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભક્તોની હાજરી વચ્ચે શ્રીમદ્દ ભગવતગીતાની આરતી સાથે મહાપૂજા સાથે ગીતા અધ્યાયના પાઠ કરવામાં આવ્યા હતાં.

Previous article૨૮ વિકલાંગ બહેનોને રોજગારી આપી આંતરરાષ્ટ્રીય મહીલા દીવસની અનોખી ઉજવણી
Next articleભાવનગરની સર ટી હોસ્પિટલના પાર્કિંગમાં પાર્ક કરેલી કાર એકાએક સળગી ઉઠી