એવી સ્કૂલ ગ્રાઉન્ડ ફરતે બાંધકામ હાથ ધરાતા કોર્પોરેશને કર્યું પંચ રોજકામ

64

શાળાના મેદાનની જમીનના માલિક બાબતે ડિસ્ટ્રીક્ટ કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં કોર્પોરેશને પડકાર્યો
શહેરની મધ્યમાં આવેલા એવી સ્કૂલના ગ્રાઉન્ડની માલિકીનો વિવાદ કોર્પોરેશન અને કેળવણી મંડળ વચ્ચે છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે. ત્યારે કેળવણી મંડળ દ્વારા ગ્રાઉન્ડ ફરતે પતરા ઢાંકી અંદરની બાજુથી દીવાલ ચણી કમ્પાઉન્ડ વોલ બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે. બીજી બાજુ કોર્પોરેશન દ્વારા વિડિયોગ્રાફી અને પંચરોજકામ કરાયું હતું. મળતી વિગતો અનુસાર એ.વી.સ્કુલના ગ્રાઉન્ડની વિશાળ જગ્યાની માલિક માટે કોર્પોરેશન અને કેળવણી મંડળ વચ્ચે વર્ષોથી કાયદાકીય લડત ચાલી રહી છે. વર્ષ ૧૯૮૫-૮૬ માં કરેલા કોર્ટ કેસમાં કોર્પોરેશન તરફે ચુકાદો આવ્યો હતો. ત્યારબાદ વર્ષ ૨૦૦૦માં કેળવણી મંડળે કોર્પોરેશન તરફેના ચુકાદાને કોર્ટમાં પડકાર્યો હતો. જેનો વર્ષ ૨૦૨૧માં ડિસ્ટ્રીક્ટ કોર્ટે કેળવણી મંડળની રજૂઆત માન્ય રાખી હતી. જેથી કોર્પોરેશન દ્વારા ડિસ્ટ્રીક્ટ કોર્ટના ચુકાદાની સામે સ્ટે માટે અને અપીલમાં હાઇકોર્ટમાં ગયાં છે. જેનો હજુ ચુકાદો આવ્યો નથી. દરમિયાનમાં કેળવણી મંડળ દ્વારા એ.વી. સ્કુલના ગ્રાઉન્ડ ફરતે કમ્પાઉન્ડ વોલનું બાંધકામ હાથ ધરાતા કોર્પોરેશન દ્વારા વકીલની સલાહ અનુસાર બાંધકામની વિડિયોગ્રાફી અને પંચરોજકામ કર્યું હતું.

Previous articleમંદીનો માર : ૧લી એપ્રિલથી હીરાના કારખાનામાં મીની વેકેશન
Next articleવાહકજન્ય રોગચાળો અટકાવવાં ખાસ સર્વેલન્સ અંતર્ગત શિહોર તાલુકામાં મચ્છર ઉત્પત્તિ અટકાવવાં ઝૂંબેશ હાથ ધરાઈ