વાહકજન્ય રોગચાળો અટકાવવાં ખાસ સર્વેલન્સ અંતર્ગત શિહોર તાલુકામાં મચ્છર ઉત્પત્તિ અટકાવવાં ઝૂંબેશ હાથ ધરાઈ

301

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉસરડ દ્વારા ઘાંઘલી ઔદ્યોગિક વસાહતમાં ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવી : ફિઝિકલ, કેમિકલ અને બાયોલોજીકલ અટકાયતી પગલાં લેવામાં આવ્યાં
રાજ્ય સરકાર દ્વારા મચ્છરજન્ય રોગચાળો અટકાવવાં માટે સમયે સમયે અભિયાન ચલાવીને મચ્છરજન્ય રોગચાળો અટકે તે માટે પગલાં લેવામાં આવે છે. તે અંતર્ગત તા. ૨૧ થી ૩૦ માર્ચ દરમિયાન આરોગ્ય કર્મચારી, આશા, આશાફેસી દ્વારા ઘેર – ઘેર મુલાકાત લઈને ભવિષ્યમાં રોગચાળો ન ફેલાય તે માટે અટકાયતી પગલાં લેવામાં આવી રહ્યાં છે. મચ્છર ઉત્પત્તિ અટકાયવવાં માટે વ્યક્તગત રીતે જઇને ટાયર, કૂંડામાંથી પાણી સાફ કરવું (ફિઝિકલ), પાણી ભરાયેલી જગ્યાઓએ પાવડરનો છંટકાવ કરવો (કેમિકલ) અને પોરા ભક્ષક માછલી મૂકવી (બાયોલોજીકલ) જેવાં અટકાયતી પગલાં લેવામાં આવી રહ્યાં છે. આ કામગીરી અંતર્ગત શિહોર તાલુકામાં સિહોર શહેર તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ઉસરડ, ટાણાં, મઢડા, સોનગઢ, સણોસરા અર્બન વિસ્તારમાં આ કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉસરડ દ્વારા ઘાંઘલી ઔદ્યોગિક વસાહતમાં ખાસ ઝૂંબેશ હાથ ધરી મચ્છરોનો ઉપદ્વવ અટકાવવાના પગલાં લેવામાં આવી રહ્યાં છે.

લોકોને મચ્છરો ઈંડા મૂકે છે જેનાથી મચ્છર ઉત્પન્ન થાય છે અને તેનાથી ડેન્ગ્યૂ, મલેરિયા, ચિકનગુનિયા જેવાં રોગો થાય છે. મચ્છર ઉત્પત્તિ અટકાવવાં બધા પાણીના પાત્રોને ઢાંકીને રાખવાં, દર અઠવાડિયે પાણીના પાત્રો સાફ કરવાં, એક દિવસ તડકામાં તપવાં દઈને પછી વાસણો ભરવાં, ચકલાંના કૂંડા તથા ટ્રે અઠવાડિયે સાફ કરવી, વરસાદ આવ્યાં પહેલાં ધાબા પર રહેલાં ટાયરો, કૂંડા, ભંગાર કચરો દૂર કરવાં સમજણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ડો.અમિનભાઈ લખાણી (અર્બન), ડો. દિગ્વિજયસિંહ ગોહિલ (ટાણા), ડો.આશિયાબેન હૂનાણી (સણોસરા), ડો. મિલનભાઇ ઉપાધ્યાય (સોનગઢ), ડો. રાહુલભાઇ પ્રબતાણી- ડો. દિપકભાઇ મકવાણા (મઢડા), ડો. દર્શનભાઇ ઢેઢી (ઉસરડ) તથા સુપરવાઇઝરો રામદેવસિંહ ચુડાસમા (ઉસરડ), વિક્રમભાઈ પરમાર (સોનગઢ), મિતેશભાઇ ગૌસ્વામી (સણોસરા), રાજદીપસિંહ ગોહિલ(મઢણાં), રાહુલભાઇ રમણાં (ટાણાં), અર્બનમાં શ્રી સાજણભાઈ હાડગરડા, દીપકભાઈ નાથાણીની ટીમો, જિલ્લા મેલેરીયા અધિકારી ડો. બી.પી.બોરીચા, તાલુકા હેલ્થ ઓફિસર ડો. મનસ્વીનીબેન માલવિયા, તાલુકા હેલ્થ સુપરવાઇઝર સર્વશ્રી અનિલભાઈ પંડિત, હસુમતીબેન પટેલના માર્ગદર્શન હેઠળ કામગીરી ચાલી રહી છે. લોકોને પણ આ કાર્યોમાં જાગૃત બની પોતાના ઘરોમાં સફાઈ કરે અને પાણીના પાત્રો ઢાંકીને રાખવાં અપીલ કરવામાં આવી હતી.

Previous articleએવી સ્કૂલ ગ્રાઉન્ડ ફરતે બાંધકામ હાથ ધરાતા કોર્પોરેશને કર્યું પંચ રોજકામ
Next articleબ્યૂટિની દુનિયામાં અનિતા નેનૂજીનો દબદબો