બ્યૂટિની દુનિયામાં અનિતા નેનૂજીનો દબદબો

61

આજના બદલાઈ રહેલા ભારતમાં દરેક એક બીજા કરતા બહેતર દેખાવા માગે છે. ખાસ કરીને મહિલાઓ જે હંમેશ સુંદર દેખાવા માગતી હોય છે. એટલું જ નહીં, ચહેરાની સુંદરતા જાળવી રાખવાની જહેમત કરવાની સાથે અન્યોથી વધુ સુંદર દેખાવાની કોશિશ કરતી હોય છે. શું તમને જાણ છે કે સુંદર ચહેરાને અતિ સુંદર બનાવવામાં મેક અપ આર્ટિસ્ટની ભારે જહેમત કામ કરતી હોય છે? આવી એક હોનહાર મહિલા છે અનિતા નેનૂજી. જેમણે તેમની મેકઅપની કળાથી સેંકડો યુવતીઓના ઘર વસાવવાનું કામ કર્યું છે. હંમેશ કંઇક નવું કરવાની, નવું શીખવાની ધગશ ધરાવતી અનિતા પરંપરાગત સ્ટાઇલથી લઈ આધુનિકતાનો સમન્વય સાધી નિખાર લાવવાનું કાર્ય કરે છે. હાઈપ્રોફાઇલ મેરેજમાં કન્યાનો સાજશણગાર હોય કે ફિલ્મી મૉડેલનો મેકઅપ… અનિતા હંમેશ દરેકની પહેલી પસંદગી રહી છે. મુંબઈ અને રાજકોટમાં સક્રિય અનિતાને અનેક અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં છે.

Previous articleવાહકજન્ય રોગચાળો અટકાવવાં ખાસ સર્વેલન્સ અંતર્ગત શિહોર તાલુકામાં મચ્છર ઉત્પત્તિ અટકાવવાં ઝૂંબેશ હાથ ધરાઈ
Next articleખેલમહાકુંભ ટેબલ ટેનિસ રમતમાં સંસ્કાર મંડળના ખેલાડીઓનો ઉજ્જવળ દેખાવ