જે દેશમાં પતિ પત્ની દ્વારા પ્રતાડિત હોય તે દેશ હેપી ઇન્ડેકસમાં ટોપ કેવી રીતે કરી શકે??

59

કોઇ પણ દેશ કે સમાજે કરેલા વિકાસને માપવા માટે માનદંડો કે ધારાધોરણ નક્કી કરવામાં આવેલ છે.જેના વડે કરવામાં આવેલ વિકાસ ચાઇનીઝ નુડલ્સ , ઇટાલિયન પિત્ઝા છે, સસ્ટેનેબલ છે તેનું આકલન કરી શકાય છે. કોઇ એક દેશમાં સુલભ ( સુલભ વાસ્તવમાં દુર્લભ શૌચાલય છે. પ્રેશર સમયે મળતા નથી!! ગુગલ મેપમાં સર્ચ મારો તો મુકતિધામ કે અન્ય ગંતવ્ય સ્થળે પહોંચાડે છે)શૌચાલયની સંખ્યાથી સ્વચ્છતાની કક્ષા નક્કી થાય. ડોકટરોની સંખ્યાના આધારે આરોગ્ય, પોલીસની સંખ્યાના આધારે કાયદો વ્યવસ્થા, રોજગારીના આધારે અર્થતંત્રની સધ્ધરતા, શાળા કોલેજની સંખ્યાના આધારે શિક્ષણ, રસ્તાના આધારે વાહનવ્યવહાર, બેંકોની સંખ્યાના આધારે આર્થિક સ્થિતિનો ખ્યાલ આવે છે. માથાદીઠ વીજળી, દૂધ, પાણીનો વપરાશથી વિકાસ માપવામાં આવે છે.
માની લો કે વિકાસના તમામ માનાંકમાં દેશ વિકાસમાં અવ્વલ નંબર મેળવે છતાં માણસોના ચહેરા પર સુખ, ખુશી, ઉજાસ કે ઉજમ ન દેખાતો હોય, સંપતિની અસમાન વહેંચણી, અમીરો વધુ અમીર હોય, ગરીબો વધુ ગરીબ હોય, અમીર- ગરીબ કરીબ હોવાના બદલે બંને વચ્ચે ન ઓળંગી શકાય તેવી ખાઇ હોય. આવા અસમતોલ વિકાસને શું ધોઇ પીવાનો છે? અંક વર્ગ રોટી માટે બિલબિલાય અને બીજો વર્ગ રોટી ડસ્ટબીનને હવાલે કરે. ઉકરડા ફેંકીને ઉત્પન્ન-એંઠવાડથી બુભુક્ષા પરિતૃપ્ત કરે!!
આમ, વિકાસના નોર્મ્સ સિવાય કોઇ ઇન્ડેકસ હોવો જોઇએ , જેનાથી આવી બાબતો પર ફોકસ કરી શકાય. લોકોની જીંદગી ખરા અર્થમાં બહેતર કરી શકાય. આ માટે વિચારમંથન કરવું આવશ્યક છે!!!
જીવન એક શતદલ છે. સો પાંખડીવાળું કમળ. દરેક પાંખડીનો એકસરખો વિકાસ થવો જરૂરી છે. ખાલી પૈસાથી જીવન નથી ચાલતું. ખાલી ભણતરથી જીવન નથી ચાલતું. ખાલી આહારથી જીવન નથી ચાલતું. ખાલી કસરતથી કે ખાલી દવાઓથી કે ખાલી સ્વચ્છતાથી જીવન ચાલતું નથી. બધી દિશાઓ વધતા-ઓછા અંશે એકસરખી ઊઘડવી જરૂરી છે. કોઈપણ દેશમાં માનવીનું જીવનપુષ્પ કેટલા અંશે ઊઘડેલું છે અને હજુ કેટલું બીડાયેલું છે એ માપવા માટેની ફુટપટ્ટી એટલે હેપી ઇન્ડેક્સ.
દુનિયામાં દર વર્ષે આવા અનેક રેન્કિંગ બહાર પડે છે. વિધવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા તેની ગણના કરવામાં આવે છે. કયા દેશે કઈ દિશામાં સારુ કામ કર્યું છે અને શેમાં હજુ વધારે મહેનત કરવાની આવશ્યકતા છે, તે સમજવામાં આવા આકલનો ખૂબ ઉપયોગી બનતા હોય છે.
ઇન્સ્ટીટયુટ ઑફ ઇકોનોમિક્સ એન્ડ પીસ દ્વારા શાંતિ સૂચકાંક બહાર પાડવામાં આવે છે. ૨૦૧૭માં સમાવાયેલા ૧૬૩ દેશો અંતર્ગત ભારત છેક ૧૩૭મા નંબર પર હતું. આ ઇન્ડેક્સ દર્શાવે છે કે ભારત વિશ્વનું પ્રમાણમાં અશાંત રાષ્ટ્ર છે. બાઈક અડી જવા જેવી સામાન્ય બાબતે પણ અહીં છરી-ચાકાં ઊલળી જાય છે.
ભારત કરતા વિસ્તાર, વસ્તી અને વિકાસમાં વામન એવા પડોશી દેશે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટ- ય્ડ્ઢઁ ને ફગાવી દીધો છે. પરંપરાગત જીવનશૈલી, અફાટ વનરાજી ધરાવતા ભૂકાને ગ્રોસ હેપી ઇન્ડેકસને પ્રાધાન્ય આપ્યું છે. આપણા ટચૂકડા પડોશી ભૂતાને વર્લ્‌ડ હેપીનેસ ઇન્ડેક્સનો કન્સેપ્ટ આપ્યો. પરંપરાથી વિપરીત આધુનિક અર્થશાસ્ત્ર આર્થિક ન હોય તેવી પ્રવૃત્તિને પણ અર્થશાસ્ત્રનો હિસ્સો ગણવા લાગ્યું છે. જેમ કે કર્મચારીઓનું મનોરંજન, તેમને મળેલા પગારનો સંતોષ વગેરે. દેશનો નાગરિક માત્ર કેટલું કમાય છે એ મહત્ત્વનું નથી. તે રાજી પણ રહેવો જોઈએ. ભૂતાને દુનિયાને નવી દિશા દેખાડી છે.
આપણા ટચૂકડા પડોશી ભૂતાને વર્લ્‌ડ હેપીનેસ ઇન્ડેક્સનો કન્સેપ્ટ આપ્યો. પરંપરાથી વિપરીત આધુનિક અર્થશાસ્ત્ર આર્થિક ન હોય તેવી પ્રવૃત્તિને પણ અર્થશાસ્ત્રનો હિસ્સો ગણવા લાગ્યું છે. જેમ કે કર્મચારીઓનું મનોરંજન, તેમને મળેલા પગારનો સંતોષ વગેરે. દેશનો નાગરિક માત્ર કેટલું કમાય છે એ મહત્ત્વનું નથી. તે રાજી પણ રહેવો જોઈએ.
યુએનના રિપોર્ટ અનુસાર (ેંહૈીંઙ્ઘ દ્ગટ્ઠર્ૈંહ ઇીર્િં) ફિનલેન્ડ અને ડેનમાર્ક વિશ્વના સૌથી ખુશ દેશોમાં સામેલ છે. જ્યારે તાલિબાન શાસન સામે લડી રહેલા અફઘાનિસ્તાન સૌથી દુઃખી દેશ છે. આ યાદીમાં ટોચ પર ફિનલેન્ડનું નામ આવે છે. જેને સતત પાંચમા વર્ષે વિશ્વનો સૌથી ખુશ દેશ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્રના વાર્ષિક સુખ સૂચકાંક (છહહેટ્ઠઙ્મ ૐટ્ઠૈહીજજ ૈંહઙ્ઘીટ) અનુસાર, ફિનલેન્ડ, ડેનમાર્ક, આઇસલેન્ડ, સ્વિટ્‌ઝર્લેન્ડ અને નેધરલેન્ડ વિશ્વના ટોચના ૫ સૌથી ખુશ દેશોમાં સામેલ છે. આજનું અર્થશાસ્ત્ર દર્શનશાસ્ત્રની નિકટ પહોંચી ગયું છે. તે આર્થિક ચિંતનની સાથોસાથ જીવન ચિંતન પણ પૂરું પાડવા લાગ્યું છે. ફિનલેન્ડ ટોચ પર બિરાજીને ખુશ છે એવું નથી, સૌથી વધુ ખુશ છે એટલે જ ટોચ પર બિરાજમાન છે. વિશ્વના સૌથી ખુશ દેશોમાં અમેરિકા ૧૬માં ક્રમે છે. જ્યારે બ્રિટન તેના પછી ૧૭માં ક્રમે છે. વર્લ્‌ડ હેપીનેસ ટેબલમાં સર્બિયા, રોમાનિયા, બલ્ગેરિયાના રેન્કિંગમાં ઘણો સુધારો થયો છે અને જીવન જીવવામાં સૌથી વધુ વધારો થયો છે. જ્યારે લેબનોન, વેનેઝુએલા અને અફઘાનિસ્તાનમાં તેમની રેન્કમાં સૌથી વધુ ઘટાડો થયો છે. વર્લ્‌ડ હેપીનેસ ટેબલમાં ભારત તેની રેન્કિંગ સુધરીને ૧૩૬માં સ્થાને પહોંચી ગયું છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે ભારત હજુ પણ પાકિસ્તાનથી પાછળ છે. ગયા વર્ષે આ યાદીમાં ભારતનો નંબર ૧૩૯મો હતો જ્યારે આ વખતે ત્રણ સ્થાનનો સુધારો થયો છે અને ભારત હવે ૧૩૬માં સ્થાને પહોંચી ગયું છે. તે જ સમયે ૧૨૧માં રેન્ક સાથે પાડોશી દેશ પાકિસ્તાનની સ્થિતિ ભારત કરતાં સારી હોવાનું કહેવાય છે.
સમૃદ્ધિ માટે સામાજિક સમર્થન, ઉદારતા, સરકારની પ્રમાણિકતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિશ્વ નેતાઓએ આ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ. રિપોર્ટ બનાવનારાઓએ કોરોના પહેલા અને પછીના સમયનો ઉપયોગ કર્યો છે. જે દરમિયાન સરકાર પ્રત્યે લોકોની લાગણીઓ મહત્વની છે. લોકોની ભાવનાઓની તુલના કરવા માટે સોશિયલ મીડિયા ડેટા પણ લેવામાં આવ્યો હતો. ૧૮ દેશોમાં ચિંતા અને ઉદાસી વધી, જ્યારે રોષની લાગણી ઘટી છે.
આપણે ૧૩૬મા નંબરે છીએ તેનું દુખ નથી પણ આપણો પરંપરાગત દુશ્મન દેશ દેવાના ડુંગર નીચે દબાયેલ છે, સૈન્યની એડી કચડાયેલ, નાદારીની કગાર હેઠળ હોય તેવો કંગાળ દેશ આપવાથી આગળ હોય ચચરે તેવી બાબત છે! શેઠ નાખુશ હોય અને તેનો ડ્રાઇવર કે નોકર ખુશ કેવી રીતે હોઇ શકે??
સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (યુનાઇટેડ નેશન્સ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ- યુએનડીપી) દ્વારા પ્રતિ વરસ હેપી ઇન્ડેકસ અહેવાલ તૈયાર કરે છે. ત્રણ માપંદડોના આધારે તે નક્કી થાય છે. ૧) અપેક્ષિત આયુષ્ય. કયા દેશના નાગરિકો સરેરાશ કેટલું જીવે છે તે. ૨) શિક્ષણ. કેટલા નાગરિકો ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ લગી પહોંચે છે અને કેટલા ઉચ્ચ અભ્યાસ કરે છે તે. ૩) માથાદીઠ વાર્ષિક આવક. કયા દેશની સરેરાશ આવક કેટલી.
આ ઉપરાંત બીજા છ પેરામીટર્સ છે. ૧) અસમાનતા. આવકની અસમાનતા, સ્ત્રી-પુરુષ વચ્ચે, ધર્મ-ધર્મ વચ્ચે અને જાતિ-જાતિ વચ્ચેની અસમાનતા. શહેરો અને ગામડાં વચ્ચેનું અસામ્ય. ૨) સ્ટેબિલિટી (સ્થાયિત્વ). સમાજમાં કેટલી સ્થિરતા છે, સરકાર કેટલી સ્થિર છે તેનું માપન. ૩) સશક્તિકરણ. આમ આદમીને મળતા અધિકારો, ૪) ઉત્પાદકતા. દેશમાં ઉત્પન્ન થતી વસ્તુઓ અને સેવાઓ. ૫) સહયોગ. લોકોની વચ્ચે કેટલો સુમેળ છે તે. ૬) સુરક્ષા. યુદ્ધ અને હિંસાની સ્થિતિ ન હોવી.
હેપી ઇન્ડેકસમાં ભારત પાછળ હતા અને છે તેનું કારણ શું છે?
રાજુ રદીના મતે અનેક કારણો છે. પણ મુખ્ય કારણ ગોરધન તરીકે વગોવાયેલ પતિની પરવશતા ,લાચારી અને ગુલામી છે. જે દેશમાં પતિ બિચારો, બાપડો, લાચાર હોય રસોડામાંથી છૂટતાં મિસાઇલોથી ઘાયલ થતો હોય તો દેશ હેપી ઇન્ડેકસમાં ટોપ કેવી રીતે ટોપ કરી શકે??
– ભરત વૈષ્ણવ

Previous articleઅસંભવ સંભવ થાય છે :- ચિંતન પટેલ (વચનામૃત : જીવન માર્ગદર્શક )
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે