મુંબઈમાં કોરોનાના એક્સ-આર વેરીએન્ટના કેસ મુદે રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે વિવાદ

47

નવીદિલ્હી,તા.૭
દેશમાં હજુ ગઇકાલે જ આઈસીએમ આર દ્વારા ભારત કોરોનામુક્ત થઇ ગયો હોવાની જાહેરાત કરી તેના કલાકોમાં જ મુંબઈમાં કોરોનાના નવા એક્સ-ઇ વેરીએન્ટનો એક દર્દી મળી આવ્યો હોવાના બૃહદ મુંબઇ મહાનગરપાલિકાના રિપોર્ટના આધારે ચિંતા સર્જાઈ હતી પરંતુ કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ કેસમાં નવા વેરીએન્ટની હજુ પૂરતી સાબિતી મળી નથી અને તેથી તેઓ મુંબઇમાં જે કેસ છે તે નવો વેરીએન્ટ હોવાનું સ્વીકારતા નથી. એજન્સીઓના જણાવ્યા પ્રમાણે ઓમિક્રોનના એક્સ-આર વેરીએન્ટ જે વિશ્વના અનેક દેશોમાં જોવા મળ્યો છે અને તે કોરોનાના અન્ય વેરીએન્ટ કરતાં સૌથી વધુ ઝડપી સંક્રમિત કરનારો હોવાનું પણ બહાર આવ્યું છે તે વચ્ચે મુંબઇ મહાનગપાલિકાના એક અધિકારીએ સીરો સર્વે દરમિયાન મહાનગરમાં કપ્પા એટલે કે એક્સ-ઇ વેરીએન્ટનો એક કેસ હોવાનું જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે કસ્તુરબા હોસ્પિટલમાં જીનોમ સીકવન્સ લેબમાં ૧૧મી બેંચના ૩૭૬ નમુનાનું જીનોમ સીકવન્સ કરાવવામાં આવ્યું હતું તે બાદ આ માહિતી મળી છે. સર્વે મુજબ મુંબઈમાં ૨૩૦ નમુનામાંથી ૨૨૮ ઓમિક્રોન વેરીએન્ટ જોવા મળ્યો છે. જે ભારતમાં ૯૯.૧૩ ટકા લોકોને અસર કરી ગયો હતો. અધિકારીઓએ જણાવ્યું કે એક્સ-સબ વેરીએન્ટ જે ઓમિક્રોનના બીએ.૨ સબ વેરીએન્ટની સરખામણીમાં ૯.૮ ટકા વધુ સંક્રમિત છે તેની હાજરી જોવા મળી છે. એક્સ-ઇ ઓમિક્રોનના બીએ.૧ અને બીએ.૨ના સબ વેરીએન્ટના મ્યુટ્રીશ્યનથી બન્યો છે અને તેથી તેને સ્ટીલ્થ વેરીએન્ટ તરીકે ગણવામાં આવે છે. કારણ કે તે કોરોનાની સામે જે ઇમ્યુનિટી કે એન્ટીબોડી બની હોય છે તેને બાયપાસ કરીને સંક્રમણ કરવામાં સક્ષમ છે. હાલમાં જ વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ સ્વીકાર્યું હતું કે આ એક્સ-ઇ વેરીએન્ટ વધુ સંક્રમીત કરનાર છેપરંતુ મુંબઈ મહાનગપાલિકાની જાહેરાતના કલાકોમાં જ કેન્દ્રના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે તે હજુ આ એક્સ-ઇ વેરીએન્ટની પુષ્ટિ કરતું નથી. મંત્રાલયે કહ્યું કે નમુનાના સંદર્ભમાં ફાસ્ટ ક્યુ ફાઇલ જેને એક્સ-ઇ વેરીએન્ટ કહેવામાં આવે છે તેનુંં જીનોમીક નિષ્ણાંતો દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તેઓએ તેવો અભિપ્રાય આપ્યો છે કે આ વેરીએન્ટ એક્સ-ઇ વેરીએન્ટ સાથે મેચ થતો નથી. આમ દેશમાં કોરોના સંક્રમણમાં પ્રથમ વખત રાજ્ય અને કેન્દ્ર વચ્ચે વેરીએન્ટ અંગે નવો વિવાદ પેદા થયો છે. દરમિયાન મુંબઈમાં જે મહિલાને કોરોનાના નવા એક્સ-આર વેરીએન્ટ હોવાની પુષ્ટિ કરી છે તે ૫૦ વર્ષની છે અને તેનામાં કોરોનાના કોઇ લક્ષણ જોવા મળ્યા ન હતા. અને તેણે વેક્સિનના બે ડોઝ પણ લઇ લીધા. મુંબઈ મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ તેઓએ નવા વેરીએન્ટની પુષ્ટિ માટે નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ બાયો મેડીકલ જીનોમીકસને સેમ્પલ મોકલ્યા છે. બીએમસીના આ દાવા બાદ આરોગ્ય મંત્રાલય સતર્ક બની ગયું હતું છતાં પણ તે નવા વેરીએન્ટ અંગે પુષ્ટિ કરતું નથી. ડબલ્યુએચઓએ હાલમાં જ ઓમિક્રોનના વેરીએન્ટમાં મ્યુટ્રેશનને ટ્રેક કર્યું છે અને તેમાં તાવ, ગળામાં ખરાસ, ખાંસી, શરદી તથા ત્વચામાં જલન જેવી સ્થિતિ બને છે. સૌ પ્રથમ આ વેરીએન્ટ ૧૯ જાન્યુઆરીના યુકેમાં જોવા મળ્યો હતો અને ત્યારબાદ ૬૩૭ નવા કેસ સામે આવ્યા છે. અને બ્રિટનમાં તેનો અભ્યાસ થઇ રહ્યો છે. અને આ વેરીએન્ટને પુનઃ સંયોજક એટલે કે બે વેરીએન્ટનું મિકસીંગ હોવાનુંં બતાવાઇ રહ્યું છે. થાઈલેન્ડ અને ન્યૂઝીલેન્ડમાં વેરીએન્ટની જાણકારી મળી છે જો કે તે કેટલો ગંભીર છે તે સ્પષ્ટ માહિતી આવી નથી.

Previous articleકલ્યાણકારી યોજનાઓ જુમલા બની ન જાય તે જોવું જરૂરી : કેન્દ્રને સુપ્રિમની ફટકાર
Next articleભાવનગરના શેત્રુંજી કાંઠાના પ્રદેશમાં ‘વસુંધરાની વાણી’ કાર્યક્રમ યોજાયો