લગ્ન કરવાનું વચન આપી બાંધવામાં આવેલો સંબંધ બળાત્કાર નહીં

45

એક વ્યક્તિ અને એક મહિલા લાંબા સમય સુધી સંબંધમાં હતાં અને તેમની સગાઇ થઇ ગઇ હતી પણ કોઇ કારણસર સંબંધ તુટી ગયો અને લગ્ન ન થઇ શક્યા
નવી દિલ્હી, તા.૮
લગ્ન પહેલાં સંબંધ બાંધવા અંગે જોડાયેલાં એક કેસમાં દિલ્હી હાઇકોર્ટે અહમ ટિપ્પણી કરી છે. દિલ્હી હાઇકોર્ટનું કહેવું છે કે, લગ્નનો સાચો વાયદો કરી બાંધવામાં આવેલો યૌન સંબંધ જો બાદમાં કોઇ કારણસર લગ્ન ન થઇ શકે તો તે બળાત્કાર ન કહીં શકાય. દિલ્હી ઉચ્ચ ન્યાાયલયે આ ટિપ્પણી એક એવાં કેસની સુનાવણી દરમિયાન કર્યો હતો જેમાં એક વ્યક્તિ અને એક મહિલા લાંબા સમય સુધી સંબંધમાં હતાં. અને બાદમાં તેમની સગાઇપણ થઇ ગઇ હતી. પણ કોઇ કારણસર લગ્ન પહેલાં જ તેમનાં સંબંધો તૂટી ગયા હતાં. ન્યાયમૂર્તિ સુબ્રમણ્યમ પ્રસાદે નિચલી કોર્ટનાં આ નિર્ણયને ખારિજ કરી દીધો, જે હેઠળ ભારતીય દંડ સંહિતાની કલમ ૩૭૬ (૨) (એન) અંતર્ગત વ્યક્તિ પર મહિલાએ લગ્નની લાલચ આપી તેનાં પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. પોતાનાં નિર્ણયમાં જજે કહ્યું કે, ફરિયાદી પક્ષના જણાવ્યા મુજબ, અરજદારે છોકરીના માતા-પિતાને ત્રણ મહિના માટે તેની સાથે લગ્ન કરવાની મંજૂરી આપવા માટે સમજાવ્યા હતા. અને શારીરિક સંબંધો માટે મહિલાની સંમતિ ખોટી માન્યતા અથવા ડર પર આધારિત ન હતી. તેના આદેશમાં, કોર્ટે કહ્યું, “બંને વચ્ચે સગાઈનો સમારોહ હતો અને પરિવારના તમામ સભ્યોએ તેમાં હાજરી આપી હતી, જે દર્શાવે છે કે અરજદાર ખરેખર ફરિયાદી (મહિલા) સાથે લગ્ન કરવાનો ઇરાદો ધરાવે છે. માત્ર એટલા માટે કે સંબંધનો અંત આવ્યો હતો, એવું કહી શકાય નહીં કે અરજદારનો પ્રથમ વખત આરોપી સાથે લગ્ન કરવાનો કોઈ ઈરાદો નહોતો. તેના આધારે, આ કોર્ટનો અભિપ્રાય છે કે આરોપ કરનાર (મહિલા) દ્વારા શારીરિક સંબંધ બાંધવા માટે આપવામાં આવેલી સંમતિ ખોટી માન્યતા અથવા ડર પર આધારિત ન હતી.

Previous articleઉત્તર-પશ્ચિમ ભારત ગરમીમાં શેકાયુ, ૫ દિવસ માટે ૮ રાજ્યોમાં લૂ માટે એલર્ટ જારી
Next articleતગડી ગામના પાટિયા પાસેથી ઈંગ્લીશ દારૂની ૬ બોટલો સાથે ખાટડી ગામનો શખ્સ ઝડપાયો.