જુની પેન્શન યોજના લાગુ કરવા સહિત માંગ સાથે શિક્ષકોના ધરણા અને રેલી

283

મહારેલીમા ૧૮૫૦થી વધુ વિવિધ સંગઠનના કર્મચારીઓ જોડાયા
રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા નવી પેન્શન યોજના દૂર કરી જુની પેન્શન યોજના લાગુ કરવા તેમજ નગરપાલિકા-મહાનગરપાલિકા ૪૨૦૦ ગ્રેડ પે બાબતે,ૐ્‌છ્‌ વધ દુર કરવા માટે જંગી ધરણા અને રેલી કાર્યક્રમ મોતિબાગ ખાતે યોજાયો. રાષ્ટ્રીય સંયુક્ત મોરચો – ગુજરાત દ્વારા આજે સમગ્ર ગુજરાતમાં ધરણા અને રેલી કાર્યક્રમનું આહવાન કરવામાં આવ્યું હતું.તે ઉપક્રમે વિવિધ કર્મચારી મંડળના સહયોગથી રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા ધરણા અને રેલી યોજી કલેકટરશ્રી ને આવેદનપત્ર આપવાનુ આયોજન કરવામાં આવ્યું હતું.જેમા વિશાળ સંખ્યામાં સ્વયંભૂ રીતે પોતાના હક માટે કર્મચારીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રીય સંયુક્ત મોરચાની ટીમ દ્વારા ઘોઘા ગેઈટ ખાતે શહિદ ભગતસિંહની પ્રતિમાને ફુલહાર કરી ધરણા સ્થળે પહોંચી દિપપ્રાગટ્ય કરી કરવામાં આવ્યું હતું. કોર ટીમ સભ્ય વિજયભાઈ આહિર દ્વારા ઉપસ્થિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચાના સભ્યોનો પરિચય અને સ્વાગત કરવામાં આવેલ.સહ સંયોજક તરૂણભાઈ વ્યાસે આજના કાર્યક્રમ અંતર્ગત જુની પેન્શન યોજના લાગુ કરવા બાબતે તેમજ માધ્યમિક શિક્ષકોના પ્રશ્નો બાબતે પોતાની વાત રજૂ કરી હતી.ઉચ્ચ શિક્ષા સંવર્ગના અધ્યક્ષ વિપુલભાઈ, માધ્યમિક સંવર્ગના અધ્યક્ષ સંજયસિંહ ગોહિલ,ગુજરાત રાજ્ય અધ્યાપન મંદિરના પ્રમુખ લાભુભાઈ ચાવડા, રાષ્ટ્રીય સંયુક્ત મોરચાના સંયોજક મહેન્દ્રસિંહ ગોહિલ તેમજ માર્ગદર્શક મહેશભાઈ મોરી એ કાર્યક્રમમાં જુસ્સાભેર જુની પેન્શન યોજના લાગુ કરવા બાબતે અને નગરપાલિકા-મહાનગરપાલિકા ના શિક્ષકોને પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ ૪૨૦૦ ગ્રેડ પે મળે તે માટે પોતાની વાત કરી હતી.સમગ્ર ટીમ દ્વારા સુત્રોચાર કરાવવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાષ્ટ્રીય સંયુક્ત મોરચાના કોર ટીમ સભ્ય રાજેન્દ્રસિંહ સોલંકીએ પુરા જોશ સાથે કર્યું હતું.ધરણા કાર્યક્રમ બાદ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત તમામ શિક્ષકો અને કર્મચારીઓ રેલીમાં જોડાયા હતા.રેલીનુ પ્રસ્થાન મોતિબાગથી કરવામાં આવ્યું હતું ત્યાંથી જશોનાથ ચોક ખાતે ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી કલેકટર કચેરી ખાતે પહોંચી હતી ત્યાં સુત્રોચાર કરવામાં આવ્યા અને કલેકટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.માનનીય કલેકટર સાહેબશ્રીએ આવેદનપત્રના તમામ મુદ્દાઓને ખૂબ શાંતિપૂર્વક સાંભળીને યોગ્ય રજૂઆત કરવા ખાત્રી આપી હતી.
આ મહા આંદોલનમાં વિવિધ મંડળોના કર્મચારીઓ તેમજ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત શિક્ષકોનો,પ્રેસ રીપોર્ટર, ઈલેક્ટ્રોનિક મીડિયા રિપોર્ટર, પોલીસ સ્ટાફ, કલેકટર કચેરીના કર્મચારીઓનો રાષ્ટ્રીય સંયુક્ત મોરચો આભાર વ્યક્ત કરે છે. આ ધરણા-રેલી કાર્યક્રમને સફળ બનાવવા રાષ્ટ્રીય સંયુક્ત મોરચાના માર્ગદર્શક મહેશભાઈ મોરી, સંયોજક મહેન્દ્રસિંહ ગોહિલ,સહ સંયોજકો વિપુલભાઈ પુરોહિત,તરૂણભાઈ વ્યાસ, લાભુભાઈ ચાવડા, સત્યજિતભાઈ પાઠક, પ્રવિણભાઇ ચુડાસમા, નિલેશભાઈ ધાંધલા, કાંતિભાઈ ગઢવી, દિગ્વિજયસિંહ ગોહિલ,સંદિપભાઈ પંડ્યા, મહેશભાઈ પરમાર, ચંદ્રિકાબેન ચૌહાણ તેમજ કોર કમિટીના સભ્યો કમલેશભાઈ પટેલ, રાજેન્દ્રસિંહ સોલંકી, મુકેશભાઈ પનોત, વિજયભાઈ આહિર, સંજયસિંહ ગોહિલ, સંજયભાઈ ભટ્ટ, ઘનશ્યામભાઈ જોષી તેમજ પ્રચાર પ્રમુખ ભરતભાઈ ભટ્ટ એ જહેમત ઉઠાવી હતી.

Previous articleભાવનગર જિલ્લામાં વિવિધ સ્થળોએ આઠમાં તબક્કાના સેવાસેતુ કાર્યક્ર્મનો પ્રારંભ
Next articleમહાપાલિકાના સ્નાનાગૃહમાં ગેરકાયદે ઓફીસ પકડી પાડી મ્યુનિ. તંત્રનું નાક વાઢતી પોલીસ