ભાવનગર જિલ્લામાં વિવિધ સ્થળોએ આઠમાં તબક્કાના સેવાસેતુ કાર્યક્ર્મનો પ્રારંભ

52

લોકોને સીધી રીતે સ્પર્શથી સેવાઓ તેમના ઘરઆંગણે જ મળે તે માટે સેવા સેતુ મહત્વપૂર્ણ કાર્યક્રમ સાબિત થયો છે
લોકોને સીધી રીતે સ્પર્શથી વ્યક્તિગત બાબતોનું નિવારણ તેમના ઘર આંગણે જ આવે તેવા ઉમદા આશયથી રાજ્ય સરકાર દ્વારા પ્રતિવર્ષ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. તેની કડીમાં આ વર્ષે આઠમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ ભાવનગર જિલ્લા અને શહેરમાં વિવિધ સ્થળોએ કરવામાં આવ્યો હતો. રાજ્યભરમાં પ્રજાજનોના વ્યક્તિગત પ્રશ્નો અને સેવાઓનું નિરાકરણ તેમના ઘર આંગણે મળી રહે તેવાં ઉમદા હેતુથી દરેક માસના બીજા શનિવારે તાલુકાના એક ગામમાં ‘સેવાસેતુ’ કાર્યક્રમ આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.

જે અન્વયે ઘોઘા તાલુકાના પીથલપુર ગામે, ભાવનગર ગ્રામ્યના વેળાવદર ગામ ખાતે, તળાજા તાલુકાના વેજોદરી ખાતે, પાલીતાણા તાલુકાના સેંજલીયા ગામે, ભાવનગર મહાનગરપાલિકાનો સેવા સેતુ કાર્યક્રમ અટલ બિહારી વાજપેયી પ્રાથમિક શાળા ખાતે અને નગરપાલિકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ પાલિતાણાના વોર્ડ નં.૧ અને મહુવા ખાતે યોજાયો હતો. આ સેવાસેતુ કાર્યક્રમમાં નાગરિકોને આવક, જાતિ, નોન કિમીલેયર, ડોમીસાઇલ સર્ટી., સીનીયર સીટીઝન, દિવ્યાંગતા પ્રમાણપત્ર, રેશનકાર્ડને લગતા પ્રશ્નો, માં અમૃતમ કાર્ડ યોજના, આધાર કાર્ડ કઢાવવા, માં વાત્સલ્ય કાર્ડમાં લાભાર્થીની નોધણી, જમીન અંગે નવી નોંધ, દાખલ અરજી, સુધારા અરજી, વિધવા, વયવંદના, અપંગ વૃધ્ધ–નિરાધાર સહાય હેઠળ લાભ લેવાની અરજી, પ્રોપર્ટી ટેકસ, ગુમાસ્તધારા જન્મ મરણના દાખલા, ટાઉન પ્લાનીંગ, પ્લાનની નકલ, વ્યવસાય વેરા વગેરે તથા રાજય સરકારનાં કૃષિ, પોષણ યોજના, પશુપાલન, સમાજ કલ્યાણ અને આદિજાતી વિભાગની યોજના હેઠળનાં લાભો આપવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, સરકારની અનેકવિધ યોજનાઓનો લાભ જરૂરીયાત મંદ સુધી પહોચે અને ગરીબ પરિવારોને સરકારી કચેરીઓના ધક્કા ન ખાવાં પડે તેવા ઉમદા હેતુથી સમગ્ર રાજ્યમાં આઠમાં તબક્કાના સેવાસેતુના કાર્યક્ર્મોનું આયોજન કરવામાં આવ્યું છે. સેવા સેતુ કાર્યક્રમ દ્વારા લોકોને આયુષમાન કાર્ડ, આવકના દાખલા, જમીનના ૭-૧૨,૮-અ ના દાખલા, ગંગાસ્વરૂપ યોજના, આરોગ્યની PM JAY જેવી વિવિધ ૫૬ જેટલી સેવાઓ લોકોને સ્થળ પર જ મળી રહે અને “સરકાર પ્રજાના દ્વારે” એવી લોકોને પ્રતિતિ થાય એવો જિલ્લા વહીવટી તંત્રનો ઉદ્દેશ્ય છે. રાજય સરકાર દ્વારા રાજ્યના નાગરિકોને રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી તમામ સેવાઓનો લાભ મળે. આ ઉપરાંત રાજ્યના જરૂરીયાત મંદ નાગરિકોને તેમના હક્કનો લાભ તેમના ઘરઆંગણે જ મળે તેઓ ભાવ આ સેવા સેતુ કાર્યક્રમ પાછળ રહેલો છે. ભાવનગર મહાનગરપાલિકા કક્ષાના સેવા સેતુ કાર્યક્રમમાં ભાવનગરના મેયર કીર્તિબાળા દાણીધારીયા, ડેપ્યુટી મેયર કૃણાલભાઈ શાહ, ઘોઘા તાલુકાના પીથલપુર ખાતે યોજાયેલાં કાર્યક્રમમાં ઘોઘા મામલતદાર એ. આર. ગઢવી સહિતના સંબંધિત વિવિધ વિભાગના અધિકારીઓ, ગ્રામજનો, સરપંચઓ તથા લાભાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

Previous articleસાળંગપુરના કષ્ટભંજનદેવ મંદિર ખાતે હનુમાન દાદાના દરબારને સૂર્યમંડળની જેમ શણગારવામાં આવ્યો
Next articleજુની પેન્શન યોજના લાગુ કરવા સહિત માંગ સાથે શિક્ષકોના ધરણા અને રેલી