કેક શોપ્સ પર જામી ભીડ….

37

ભાવનગર શહેરમાં ઘોઘા સર્કલ સહિતના વિસ્તારોમાં આવેલ કેક શોપ પર રાત્રિના સમયે થર્ટી ફર્સ્ટની ધમાકેદાર ઉજવણી કરાઈ હતી છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે થર્ટી ફર્સ્ટની ઉજવણી કરાઈ ન હતી આ વર્ષે પણ રાત્રીના અગિયાર વાગ્યા બાદ કર્ફ્‌યુનો અમલ થતો હોય તે પૂર્વે જ રાત્રિના ૯ થી કેક શોપ પર ભારે ભીડ થવા પામી હતી કેટલાક કેક શોપ પર સાન્તાક્લોઝ અને જોકરો પણ રાખવામાં આવ્યા હતા અને બાળકોને ચોકલેટ તથા ગિફ્ટ આપવામાં આવેલ રાત્રિના ૧૧ વાગ્યા સુધી વિવિધ સ્થળોએ થર્ટી ફર્સ્ટની ધમાકેદાર ઉજવણી કરાઇ હતી અને લાંબા સમય બાદ લોકોએ ઉજવણીનો આનંદ માણ્યો હતો.