સાનમાં સમજો મોલના માલિક! બાકી રબદી મરજી માલિક!!!

43

શહેર કોઇપણ દેશની આર્થિક પ્રગતિનું એન્જીન હોય છે. એક દેશની અર્થવ્યવસ્તા મુખ્યતઃ શહેરોમાં ચાલતા ઉદ્યોગોથી હોય છે. છેલ્લા કેટલાક સમયમાં ભારતમાં પણ શોપિંગ મોલ્સની સંખ્યા ઘણી ઝડપથી વધી રહી છે. આજે વિશ્વની દરેક મોટી બ્રાન્ડ ભારતમાં જોવા મળે છે. જે દર્શાવે છે કે, ૨૦ વર્ષોમાં ભારતની અર્થવ્યવસ્થા પહેલાની અપેક્ષાએ મજબૂત થઇ છે.
જો આંકડાઓની વાત માનીએ તો આજે ભારતમાં લગભગ ૩૫ કરોડ મધ્યમ વર્ગ છે. જેનાથી દરેક મોટા દેશની નજર અહીની બજાર પર છે. તેવામાં વિશ્વભરની બ્રાન્ડ ઇચ્છે છે કે તે ભારતમાં પોતાની ઉપસ્થિતિ નોંધાવે .
શોપિંગ મોલ એક એવું કેન્દ્ર છે જ્યાં તમને બધી વસ્તુ અને સુવિધાઓ મળી જાય છે. દુનિયાના કેટલાય શોપિંગ મોલ પોતના ગ્રાહકોને આકર્ષિત કરવા માટે અનેક પ્રકારની સુવિધાઓ પ્રદાન કરે છે.
વિશ્વના કેટલાક સૌથી મોટા શોપિંગ મોલ્સ ચીનમાં છે. ચીને પોતાની આર્થિક પ્રગતિથી વિશ્વનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે. તિયાનજિન શહેરનો એક મોટો મોલ છે, જે ૫,૩૦,૦૦૦ સ્ક્વેયર મીટરમાં ફેલાયેલો એવી જ રીતે દુબઇમાં ટુંક સમયમાં લોન્ચ થયેલો શોપિંગ મોલ લોકો માટે આ એક આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. આ મોલમાં થિયેટર, આર્ટ સેન્ટર અને ૧૪ સ્ક્રીનવાળા સિનેમાં ઉપરાંત અન્ય ઘણું બધું છે. મોલ ઓફ એમિરેટ્‌સ, એક શોપિંગ રેસોર્ટ છે, જે ૨,૨૩, ૦૦૦ સ્ક્વેયર ક્ષેત્રમાં ફેલાયેલું છે. જેમાં મનોરંજન, લક્ઝરી અને શોપિંગની સુવિધાઓ છે.
લોસ વેગાસ ખાતે ધ ગ્રાન્ડ કેનાલ શોપ્સ
આ પાંચ લાખ સ્ક્વેયર ફીટમાં ફેલાયેલું છે. જેમાં કસિનો અને વિશ્વ પ્રસિદ્ધ હોટલ્સ આવેલી છે.વોશિંગ્ટન ખાતે મોલ બનાવવા બિલ્ડરોએ એડીથી નામની મહિલાને એક મિલિયન ડોલર એટલે કે રૂપિયા સાત કરોડ ઓફર કર્યા પણ ૧૦૮ વરસ જુનું ઘર બિલિડરને આપવા એડિથ ટસની મસ ન થઇ!!
તુર્કીના ઇસ્તામ્બુલ ખાતે આવેલ મોલનું નામ સ્તામ્બુલ સહવર શોપિં ગ ઍડ એંટરટેનમેન્ટ સેન્ટર છે. આ મોલ યુરોપનો સૌથી મોટો મોલ છે. જે ૪,૨૦,૦૦૦ સ્કવે ર ફૂટમાં ફેલાયેલ છે. મિડવૈલી મેગા મોલ મલેશિયાનો પ્રસિદ્ધ શોપિંગ મોલ છે. જે ૪,૨૦,૦૦૦ સકવેર ફૂટમાં બન્યો છે. આ શોપિંગ મોલ ૧૯૯૪ માં શરૂ કર્યો હતો. જેમાં ૫૦૦ દુકાનો, ખાલી દુકાનો જ નહીં એમાં વિશાળ ઓડિટોરિયમ અને હોટેલ આવેલ છે, જેમાં લગભગ ૬૫૦ રૂમ આવેલ છે. થાઈલેન્ડ બેન્કોક માં બનેલ મોલ સારી દુનિયામાં મશહૂર છે. સેન્ટ્રલ વર્લ્‌ડ શોપિંગ મોલ ૪,૨૯,૫૦૦ સકવેર મીટરમાં ફેલાયેલ છે. આ વિશાળ મોલની શરૂઆત સન ૧૯૯૦માં થઈ હતી. આ શોપિંગ મોલ માં ૪૯૫ દુકાનો સાથે સાથે કેટલીય સુવિધાઓ ઉપલબ્ધ છે. ઇરાનના સીરાજમાં ૪,૫૦,૦૦૦ સકવેર ફૂટમાં નિર્મિત પર્શિયન ગલ્ફ કોમ્પ્લેક્ષ મોલની દુનિયાના સૌથી મોટા મોલમાં ગણતરી કરવામાં આવે છે. આ શોપિંગ મોલ ૨૦૧૧ માં શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં ૨૫૦૦ દુકાનો આવેલ છે. વન ઉતેમા શોપિંગ મોલ મલેશિયાનો બીજો મોલ છે. જેને દુનિયાના ૧૦ મોટા મોલમાં ગણવામાં આવે છે. મલેશિયાનું આ શોપિંગ મોલ ૪,૬૫,૦૦૦ સકવેર ફૂટમાં ફેલાયેલ છે. અહીંયા ૪૦૦ થી વધારે દુકાનો અને કેટલાય સુપર માર્કેટ છે. ઇસફાહન સીટી સેન્ટર શોપિંગ મોલ ઇરાનના ઇસફાહનમાં શહેરમાં બનેલ છે. આ શોપિંગ મોલ ૪,૭૦,૦૦૦ સકવેર ફૂટમાં બન્યો છે. આ મોલ ઇરાનના મહત્વ પૂર્ણ પ્રોજેકટમાં શામિલ હતું. એમાં એરલાયસન્સ ની ઑફિસથી લઈને સેવન સ્ટાર હોટેલ સુધી બધી સુવિધા ઓ ઉપલબ્ધ છે.
આમ, તો મોલ કલ્ચર એ મૂડીવાદી નીતિનું પ્રતિક છે. જે ઉપભોક્તાવાદને વકરાવે છે. અસંગઠિત નાના ઉત્પાદકો પાસેથી પાણીના ભાવે ખરીદી કરી ઊંચી કિંમતે ગ્રાહકોને ફટકારે છે. ઘણીવાર એકલપાયરી થયેલ હોય તેવો માલ સ્કિમની તિકડમબાજી ચલાવી વેચવાનું પાપ પણ આચરે છે!!!મોલમાં કર્મચારીઓને ઓછો પગાર આપી વધુ કલાકો કામ લઇ ડબલ બોનાન્ઝા શોષણ થાય છે. મોલના આગમનમાત્રથી નાના વેપારી રીટેઇલરોનું અસ્તિત્વ નાભિશ્વાસ પર ચાલે છે. મોલ હજારો લાખો વેપારીના અરમાનોનું કબ્રસ્તાન છે.
વિશ્વમાં માતૃત્વનું મહિમા મંડન થાય છે. મા વિષે કવિતા લખાઈ છે કવિ બોટાદકરની જનની જો સખી નહીં જડે રે લોલં( ભાઇ તારે શા માટે ગોતવી છે? જનનીની જોડમાં મા સાથે માથાભારે સાસુ ફ્રી મળે છે. શું ધોઇ પીવી છે તારે?) જે કર ઝુલાવે પારણું તે કર શાસન કરે એવી અજરઅમર કાવ્ય પંક્તિ છે. મા તે મા બીજા બધા વગડાની વા!! મોહમ્મદ પયગંબર સાહેબે માના ચરણમાં જન્નત છે એમ કહ્યું છે.( અલી સાસુઓ શેની ફુલાઓ છો? તમારા ચરણોમાં જહન્નમ છે!!)
તમે માર્ક કર્યું હોય કે ના કર્યું હોય પણ આપણા પ્રભુઓ તળેટીમાં વસે છે. જ્યારે તમામ દેવીઓ શિખર પર વસે છે. એને સીધેસીધો (આમાં ડિલકસ કેમ નહીં હોય?) અર્થ એ છે કે મહિલાઓ પુરૂષ સમોવડી નથી પણ પૂરૂષો કરતાં ચડિયાતી છે.( કોઇ શક? ખબરદાર બધાએ હકારમાં જવાબ આપવાનો છે! ઇતિ સિધ્ધમ!)
અમદાવાદના મોલમાં એક છોકરો નોકરી કરે. આપણે તેને માતૃભકતિનો આઇકોન કે બ્રાંડ એમ્બેસેડર કહી શકીએ. તેની સગી મા ( ધરમની બેન રાખવાનો રિવાજ છે. પણ ધરમની મા રાખવાનો રિવાજ કેમ નથી? આમાં બાપુજી ખિજાય નહીં પણ ખુશ થાય. કોઇ એસી ચાલુ કરો!! ) ખરીદી કરવા આવી . તેરેક હજારની ચણામમરા જેવી ખરીદી કરી . દીકરાએ માએ કરેલી ખરીદીનું બિલ ન બનાવ્યું અને બિલના નાણા વસૂલ ન કર્યા. બોલો , દીકરાએ કાંઇ ખોટું કર્યું. પેલા દીકરાની જગ્યાએ તમે હોવ તો માએ કરેલી ખરીદીનું બિલ વસૂલ કરો ખરા ? દિવાર ફિલ્મમાં અમિતાભ તેની સંપત્તિનું સેલ્ફ ડિસ્કલોઝર કરી શશીકપૂરને પૂછે છે કે તેરે પાલ કયાં હૈ? હાંયય. શશિકપૂર કહે છે કે મેરે પાસ મા હૈ!!!(આ સવાલ શકિતકપૂરને પૂછ્યો હોય તો તેણે કહ્યું હોત કે મેં છોટાસા નન્હાં સા વિલન હું. મેરે પાસ લલિતા હૈ આઉંચચ!!) તમે શશિકપૂરને પેલા છોકરાની જગ્યાએ મોલમા નોકરીએ રાખો તો પેલી માને બાર- તેર હજારની ખરીદીની રકમ વસુલ કરવાના બદલે આંખો મોલ આપીને સફેદ સાડી વાળી સફેદ વાળવાળી ,કરચલીવાળી માના ખોળામાં માથું મુકીને ( ગ્લિસરીન લગાવી) રડતા રડતા અમોલ પાલેકર સ્ટાઇલથી કહે કે માં મેં કયાં કરતા? મેરે પાસ જીતના થા વો મૈંને આપ કે ચરણોમાં રખ દિયા. મેં તો દુનિયા કી સારી ખુશી મા પર ન્યોચ્છાવર કરવા ચાહતા હું!! હવે તો તાળા પાડો કોડાવ!!)
પણ પેલા પૈસાભૂખ્યા મોલ મેનેજમેન્ટે અપ્રતિમ માતૃપ્રેમનું અભિવાદન કે આવકાર આપવા કે તહેદિલથી સ્વાગત કરવાની બદલે હાય રબ્બા, પોલીસમાં કંમ્પલેઇન્ટ કરી!લા હૌલકુવ્વત. આટલો મોટો અત્યાચાર. મોલવાળા એટલે મનના મેલા તે સાબિત કરી દીધું! મૂઆ પીટ્યા, રોયામોલના માલિકને મધરબધર હશે કે નહીં?મોલ માલિકની મધર એ મધર ટેરેસા અને નોકરિયાતની મા લલિતા પવાર? માની લો કે માલિકની મા મોલમાં ખરીદી કરવા આવી હોત અને માલિક કાઉન્ટર પર બેઠો હોત તો બિલ લેવાની ગુસ્તાખી કરી હોત? શું મા ખિજાઈ ન હોત ?એણે તો મોલમાં પડેલ કોલ્ડ ડ્રિંકસ કે આઇસ્ક્રિમ માને ખવડાવ્યા હોત અને મોલની ગાડીમાં ઘર સામાન મોકલ્યો હોત!
મોલ મેમેજમેન્ટને પ્રાર્થના છે કે પોલીસ કેસ પરત લઇ લો, માફી માંગી લો, માને એક-બેકરોડ માનહાનિ પેટે આપી દો નહીતર તમારી ખેર નથી. હિન્દી ફિલ્મોમાં નકલી માની ફિલ્મી હાંયથી બધું ખત્મ થઇ જાય છે!!
સાનમાં સમજો મોલના માલિક! બાકી રબદી મરજી માલિક!!!
-ભરત વૈષ્ણવ

Previous articleમજદૂર સંઘ પ્રિમિયર લીગ
Next articleક્રૂડના ભાવ ૨૪ ટકા ઘટતાં પેટ્રોલ-ડિઝલ સસ્તા થઈ શકે