અનુભવના ઓટલે – અંક ૩૬ જીવન જીવવાની કલા

704

ખેતી સાધન અને બીયારણ વિના થઈ શકતી નથીતેમ સુખ અને દુ:ખ સહન કર્યા વિના જીવન રૂપી ગાડી ચાલી શકતી નથીજીવની તે ઉર્જા છેવિજળીની શક્તિથી જેમ બલ્બ ટ્યૂબલાઈટ સળગે છેતેમ ઉતાર ચડાવ જીવનમાં આવતાજતા રહે છેજેને આપણે સુખદુ:ખ તરીકે ઓળખીએ છીએઆપણને ભૂખ લાગે ત્યારે થોડુ કષ્ટ અનુભવીએ છીએપણ પેટમાં પડતા  તૄપ્ત થઈ કાર્ય કરવા લાગીએ છીએજો ભૂખ  લાગે તો આપણને છપ્પન ભોગ તૈયાર હોય તો પણ જમવાની ઇચ્છા થતી નથીજો આપણે ભોજન   લઈ શકીયે તો શરીરને શક્તિ ક્યાંથી મળેજેમ આપણે ભૂખ રૂપી થતી પિડાનો સહજ સ્વિકાર કરી લીધો છેતેમ આપણે સુખ કે દુ:ખનો સ્વિકાર કરી તેની સામે જજુમવા તૈયાર થઈ જવુ જોઈએભગવાન રામચંદ્રજીને રાજગાદી મળવાની હતીતેના બદલે તેમને ૧૪ વર્ષનો વનવાસ મળ્યો હતોતેમણે આવી પડેલા પડકારનો હસ્તા મુખે સ્વિકાર કર્યો હતોભગવાન કૄષ્ણને ઘણા અપમાન સહન કરવા પડ્યા હતાતેમ છતાં તેમણે તેનો સામનો કર્યો હતોમાટે આપણે આજે પણ હજારો વર્ષો વિતી ગયા પછી પણ તેમને યાદ કરતા ધરાતા નથીરાજા હરીચંદ્ર અને તારા મતિ રાણીરાજા નળ અને દમયંતિ રાણીને પડેલા દુ:ખોનો પહાડ ઢંઢોળવા જઈએ તો સંખ્યાં બંધ પુસ્તકોના પાના ભરવા પડેઆજે સત્યપ્રિય રાજા હરીચંદ્ર અને નળરાજાને વચન પાલક તરીકે યાદ કરવામાં આવે છેકારણકે તેમણે જીવન જીવવાની કલા હસ્તગત કરી આદર્શ જીવન જીવી બતાવ્યું છે.

ઘણા નાસ્તિક લોકોને પ્રશ્ન ઉદભવતો હોય છેભગવાનને ધરતી પર અવતાર શા માટે લેવો પડે છેતેઓ તો સૄષ્ટીના સરજનહાર છેતેમ છતાં અસુરોનો નાશ કેમ કરી શકતા નથીઅવતાર ધારણ કર્યા વિના પણ તેઓ લોકોને અસુરોના ત્રાસમાંથી મુક્ત શા માટે કરી શકતા નથીનાટકનો દિગ્દર્શક કલાકારોને પોતાનું ઉત્તમ પાત્ર ભજવી બતાવવા અભિનયનો પડકાર આપવા ઘણી વેળાએ કેટલાક પાત્રનો અભિનય પોતે કરી બતાવવાનું પસંદ કરતા હોય છેતેમ સંસારભૂમિના તક્તા પર ભજવાતા નાટકના કલાકાર તરિકે ઇશ્વર પણ  ધરતી પર અવતાર ધારણ કરી પોતાનું પાત્ર ભજવી બતાવે છેઆમસૄષ્ટીના સર્જકને જીવોના કલ્યાણ માટે પૄથ્વી પર અવતાર ધારણ કરી દુ:ખ અને સુખના દ્વંદમાંથી પસાર થવું પડે છે જગતમાં દરેક પદાર્થચીજ વસ્તુ કે જીવ સૄષ્ટીના પ્રત્યેક જીવો બેવડા વલણ સાથે વર્તે છેદા.લીમડો કડવો હોય છેપણ પાકેલી લિંબોળી મીઠી હોય છેસત્ય બોલનારા લોકો અવિવેકી લાગ છેપરંતુ તેમની સલાહ હીતકારી નીવડે છેખોટી પ્રશંસા કરનારા લોકો પોતાનું સ્થાન જમાવવા ડગલે ને પગલે વખાણનો વૈભવ પાથરી આપણા દિલમાં સ્થાન જમાવી દે છેપણ તેઓ દેખીતા દોષને છુપાવતાં હોય છેઆવા તકવાદી લોકોને ઓળખી લેવા જોઈએસાવધાની પુર્વક જે પોતાના જીવનપથ પર ડગ માંડતો રહે છેતે પોતાના આધ્યાતમિક અર્થાત આંતરીક પ્રદેશમાં સુખ નામનું વૄક્ષ ઉગાડી શકે છેબાહ્યજગતના સુખને અવગણી ભીતરમાં ગુંજતો સોહમનો નાદ જેઓ સાંભળી શકે છેતે પરમધામને પામી જાય છે.

 

મને ભીતરની સુરાવલી રંજક અને આહલાદક લાગે છેમારા અનુભવ પ્રમાણે તે આપણા જીવનના પ્રત્યેક પ્રદેશમાં ઉજાસ પાથરી દે છે અવસ્થાએ પહોંચતા  આપણુ જીવન આપણને હર્યુંભર્યું લાગે છે.

ભીતરના સંગીતની તાકાત આપણા જીવનની ગાડીને ઉર્જા આપે છેઅન્યની દ્રષ્ટીએ દેખીતું દુ:ખ આપણા માટે વિકાસની કેડી કંડારનારું નજરાણુ બની જાય છેસમય જતા તે આપણને સહજ લાગવા લાગે છેજિંદગી પોતે એક કોયડો બની આવે છેપણ તેના આટાપાટા જે ઉકેલી શકે છેતેના માટે તે સ્વર્ગની નીસરણી બની જાય છે.

 

 

દેવી પારવતી અને ભગવાન શંકરનો સંવાદ ચાલતો હતોમૄત્યું લોકના જીવોમાં માનવને મળેલી બુદ્ધિસ્વાર્થલોભલાલચમોહઈર્ષ્યા જેવી શક્તિ આપી શા માટે ભૂલભૂલામણીમાં ફસાવ્યો છેભાથામાંથી તીરની જેમ દેવી પારવતીના મુમાંથી શબ્દબાણ નીકળી રહ્યાં હતાંબાકી તો નીરવ શાંતિએ કબજો બરાબર જમાવી રાખ્યો હતોભગવાન શંકરનું  મૌન તુટ્યું “હે દેવી તમે જાણો  છો કે ભગવાન વિષ્ણુ અને બ્રહમાની સયુક્ત શક્તિ વડે નિર્માણ પામેલ જગતના જીવોની મુક્તિનું દ્વાર કેવલ માનવ દેહ ખોલી શકે છેમાનવ  અદભૂત શસ્ત્ર વડે ઇશ્વર અર્થાત વિષ્ણુ કે બ્રહમાની જેવી શક્તિ પણ પ્રાપ્ત કરી જગતના જીવોને ઉગારી શકે છે માટે માનવને સમર્પણત્યાગદયાસંવેદના જેવા બીજાનું ભલુ કરી શકે તેવા ગુણો પણ આપ્યા છેહે દેવી સાંભળો માણસ સ્વાર્થી બની પોતાનું કલ્યાણ કરવા રચ્યોપચ્યો રહે છેતેમ કરવા જતા દિવાના પ્રકાશથી મોહીત થયેલું પતંગીયું ગેલમાં આવી જેમ નાશ પામે છેતેમ સંસાર સુખની દોટ લગાવતો માણસ પણ મોક્ષ પ્રાપ્ત કર્યા વિના મૄત્યું પામી લખચોરાશી યોનીમાં ભટકતો રહે છેપણ આનાથી ઉલ્ટુ દેવી જે માણસ વૈભવી સગવડ વચ્ચે પણ પોતાનું સમતોલન જાળવી બીજાનું ભલુ કરવા નિષ્ઠા પુર્વક કર્મ બજાવતો રહે છે,તે પરમધામના માર્ગે આગળ ધપતો રહે છેઆખરે તે મારા તેજમાં ભળી જાય છેસૄષ્ટીના સંહાર સમયે પણ તે દુ:ખી થતો નથીનાની મોટી નિષ્ફળતા તેને હતાશ કે નીરાશ કરી શકતી નથીજેમ ઉકાળેલુ દુધ જંતુઓથી મુક્ત બને છેતેમ દુ:ખ રૂપી દાવાનળમાં શેકાયેલો જીવ શિવ બની જાય છેમાણસ તમામ શક્તિઓથી વિદીત હોવાથી તેમણે સભાનતા પુર્વક મુક્તિના માર્ગે ડગ માંડવાના હોય છેમાત્ર પોતાનું કલ્યાણ કરવાના બદલે માણસે સર્વ જીવોનું ભલુ થાય તેવુ કર્મ કરતા રહેવુ જોઈએમાણસ જો અન્ય જીવોનું કલ્યાણ કરવાની વૄત્તિ રાખશે તો  તેનો મોક્ષ થઈ શકશેસ્વાર્થી બની સ્વસુખ પાછળ દોડતો રહેશે તો તેને લખચોરાશી યોનીમાં ચગડોળની માફક ફરતા રહેવુ પડશેચગડોળ ગમે તેટલું ફરે પણ અંતર  કાપી શકેમાણસ ભૌતિક સુખ ગમે તેટલુ પામે પણ તૄપ્ત થઈ શકતો નથીવૈભવી સુખ હોવા છતાં માનવને શાંતિનો હોડકાર આવતો નથીતેને સંસાર સુખની ભૂખ ઉંઘવા દેતી નથીગુણ અને અવગુણથી ભરેલો માણસ સંસારમાંથી વલ્ખા મારી ખાલી હાથે પરત ફરે છેબીજા જીવોને બુદ્ધિ કે સમજ પુર્વક અન્યનું કલ્યાણ કરવાની શક્તિ હોતી નથીપરંતું જાણે અજાણે બજાવેલા કર્મના પુણ્ય વડે તે માનવ અવતાર ધારણ કરે છેનીસરણી પર ચાલી આપણે ઉંચાઈ પર પહોંચી શકીએ છીએતેમ માનવદેહ રૂપી નીસરણી વડે જીવ શિવ બનવાની યાત્રા કરી શકે છે

 

ભીતરમાં છેડાતા સંગીતના સુરોમાં મને દેવી પારવતી અને ભગવાન શંકરનો સંવાદ સંભળાતો રહે છેભગવાન શંકર અને દેવી પારવતીના સંવાદમાંથી સંભળાતુ સંગીત કોઈવાર મને ઓળઘોળ કરી દે છેરાગરાગીણીના નિયમો મુજબ સંગીતના જલસામાં તાન લગાવતો ગવૈયો અને સૄષ્ટીના કલ્યાણ કરતા માણસે સાવધ રહેવુ જોઈએતાલ કે સુર ચુકાય નહિ તે માટે ગવૈયો પોતાની સાવધાની રાખે છેતેમ માણસે પણ ફરજ અને જવાબદારી પ્રત્યે સાવધાની રાખવી જોઈએ. મને ડગલુ ભરૂ ને  ના હટવું,ના હટવું કાવ્યપંક્તિ સ્પર્શી ગઈ છેતેથી જીવનમાં મળતી નીષ્ફળતાઓ સામે સંઘર્શ કરતા રહેવુ મને ડહાપણ ભર્યું લાગે છેઇશ્વર જે ફળ આપે તેને સ્વાદિષ્ટ સમજી ઇશ્વરના ભરોસે પ્રસાદ તરીકે આરોગવાનું ઉંચીત માનુ છુંબાહ્ય આંખોની દ્રષ્ટી ગુમાવાનો અફસોસ કદી અનુભવતો નથીતેનાથી ઉલ્ટુ કોઈ નારાજગી વ્યક્ત કરી આંખોની દ્રષ્ટી મને પુન પ્રાપ્ત થાય તેવી લાગણી સાથે કાકલુદી કરે છેત્યારે તેમના પર રોશનો અગ્ની ભભૂકી ઉઠે છેકારણકે ઇશ્વરની ઇચ્છાથી આવતિ આપત્તિ જીવનની સંજીવની બનતી હોય છેજે પોષણ આપે છેતે આપણને મારે પણ છેજેને આપણે વિશ તરીકે ઓળખીએ છીએતે આપણને નવી જિંદગી પણ આપી શકે છે. “કડવા કારેલાંના ગુણ ના હોય કડવા કાવ્ય પંક્તિ ઘણી મોટી ટકોર કરી જાય છેપોષણ આપનાર પદાર્થ ફુડ પોઈજન બની આપણને મારી પણ શકે છેઆનો અર્થ તો  થયો કે ઇશ્વરની ઇચ્છા મુજબ બધું  ચાલે છેતેથી મિથ્યા ઇચ્છા પોષવા દુખી થવાનો કોઈ અર્થ નથી.

 

૧૫ મી નવેંબરના રોજ સાંજના  કલાકે સંસ્થાના કાર્યાલયમાં ટ્રસ્ટી મંડળની એક બેઠક મળવાની તૈયારીઓ ચાલતી હતીસમયસર અથવા સમય પુર્વે બેઠકમાં ભાગ લેવા આવી પહોંચેલા ટ્રસ્ટીઓ અરસપરસ ચર્ચા કરી રહ્યા હતામારા એક સ્નેહી મિત્ર બોલ્યા: “હું તો ભગવાનને પ્રાર્થના કરુ છુંકે વિજ્ઞાનિકો કોઈ એવી ખોજ કરે કે આપણા લાભુભાઈ પોતાની આંખે કોઈ ઉપકરણની મદદથી રંગબેરંગી દુનિયા જોઈ શકેજેથી તેમને ખબર પડે કે પોતે કલ્પી હતી તેવી  દુનિયા છેકે તેની કલ્પના કરતા પણ દુનિયા વધુ ખૂબસુરત દેખાય છે!

મને મારા મિત્રની દલીલ  ગમીમેં કહ્યું તમે આવી ઇચ્છા ત્રીજીવાર વ્યક્ત કરી છેએટલે તમને ચેતવુ છુંભવિષ્યમાં કદી આવી ભીખ મારા માટે માગશો નહિતમારી  છેલ્લી અને પેલી ભીખ હોવી જોઈએહું દુનિયા જોવા ઇચ્છતો નથીભગવાને મને બાહ્ય આંખોની દ્રષ્ટી ભલે આપી નથીપણ સેવાનો મોટો વૈભવ આપ્યો છેઇશ્વરની ઇચ્છા હશે ત્યાં સુધી હું નેત્રહીન બની સેવા કરવા માગુ છુંજન્મોજન્મ અંધજનોના કલ્યાણ માટે ભગવાનને મારી જરૂર લાગે તો હું અંધ બની ઇશ્વરની સૄષ્ટીને શોભા આપવા અવતાર લેવા તૈયાર છુંમને તેમ કરવામાં આનંદ આવશેતમારે મારી દયા ખાવાની જરૂર નથીહું ઇશ્વરનો સૈનિક બની કર્મ કરવા ઇચ્છુ છુંમારા દરેક કર્મનું ફળ હું ઇશ્વરને અરપણ કરવા માગું છું.

 

એક નગર હતુનગર શેઠ ભારે દયાળુ અને માયાળુ હતાએક ભીખારી જોળી લઈ ભીખ માગવા આવી પહોંચે છેશેઠના બંગલા સામે જોઈ ભીખ માગવા હાથ લંબાવે છેગણત્રીની મીનીટોમાં શેઠ ભીખારીના હાથમાં સુવર્ણ પત્રમાં લખાયેલો એક દસ્તાવેજ મુકે છેધિકતી પેઢીનો માલિકપણાનો હક આપતો  દસ્તાવેજ હતોગગુ ભીખારી  દસ્તાવેજ મેળવી શેઠ ગંગદાસ બની જાય છેગગુ જાણતો હતો કે પેઢીનો તે માલિક નથીતેને માલિક બનાવામાં આવ્યો છેપેઢીનો તે રખેવાળ નિમાયો છેકમાણી મળે તેનો તે માલિક નથીશેઠ ભલે કદી   અંગે પૃછા  કરે પણ સંપત્તિનો વૈભવ અકબંધ રહે તેવી ગગુ જીવના જોખમે પણ કાળજી રાખશે. ઉપર મુજબનો ગગુ મનોમન સંકલ્પ લે છેથયેલી આવકનો અમુક ભાગ દાનદક્ષિણામાં કાઢશેગરીબોને દાન આપવુ અને પિડીતોને મદદ કરવીગગુનો મંત્ર હતોબીજી તરફ નગર શેઠનો દીકરો વંઠી જાય છેમાંસ મદીરા વ્યભીચારના દુષણથી ભ્રષ્ટ બની ધન વેડીફી નાખે છેપોતાનું ધન ગુમાવી દુ:ખી થઈ જાય છેઆખરે પાયમાલ થઈ,રસ્તા પર આવી જાય છેપેટનો ખાડો પુરવા ભીખ માગવાનો વારો આવી જાય છેનગર શેઠના પુત્રની હાલત વિશે ગગુ ઉર્ફે ગંગદાસને જાણ થાય છેગગુ એક ધડાકે પોતાની સઘળી સંપત્તિ નગર શેઠના પુત્રને અર્પણ કરી દે છેવાચક મિત્રો હું પણ પુણ્યરૂપે મળેલી સઘળી સંપત્તિ ઇશ્વરના ચરણોમાં અર્પણ કરવા ઇચ્છુ છુંઅંગત તૄષ્ણાને તિલાંજલી આપીમારા સેવા યજ્ઞને પ્રજોલિત રાખવા માગુ છુંમારો નગર શેઠ ખૂદ ઇશ્વર છેપિડીતો, વિકલાંગો , દુ:ખી લોકો પુર્વ જન્મના પડકાર સામે લડતા ઇશ્વરના સંતાનો છેતેને મારે મારી સેવાના વૈભવની સંપત્તિ અર્પણ કરવાની છેમને ઇશ્વરે જીવન રૂપી દસ્તાવેજ અર્પણ કરી,અઢળક સંપત્તિ આપી છેતે મારા નગર શેઠના સંતાનોને હું અર્પણ કરતો રહીશમારા નગર શેઠના સંતાનો પોતાનો જીવનકાળ આનંદમય વિતાવી શકે તેવું કાર્ય કરવાનો મારો મનસૂબો છેમારી સેવાનું કોઈ પુણ્ય કમાવા હું માગતો નથીફળ ત્યાગની પ્રાર્થનામાં મને આનંદ આવે છે મારુ તર્પણ નથીસમર્પણ પણ નથી મારી ઇશ્વર પ્રત્યેની સાચી શ્રદ્ધા છેસર્જનહાર સૄષ્ટીપતિ મહાદેવને  મારા અંતરમાં જાગેલી લાગણીની પ્રાર્થના છેમારા ઉરમાં જાગેલી ભાવના જીવન પ્રદેશને નંદનવન બનાવી રહી છેજીવન સંજીવની બની જળહળતી ઉરમીના ઉછળતા તરંગો જીવન જીવવાની કલા

બની ચમકતા સૂર્યની જેમ આફતના અંધારા ખાળી રહી છે.

લેખક – લાભુભાઈ ટી. સોનાણી

Previous articleદામનગર શહેર ની તાલુકા શાળા નં ૧ મોર્ડન ગ્રીન ખાતે શાળા આરોગ્ય તપાસ નો પ્રારંભ કરાવતા પાલિકા પ્રમુખ અને શહેર ભાજપ પ્રમુખ
Next articleલાઠી શહેર માં પી એમ શંકર વિધાલય ખાતે થી પાલિકા પ્રમુખ ના વરદહસ્તે શાળા આરોગ્ય તપાસ નો પ્રારંભ કરાયો