હિંસા ફેલાવનારા આરોપીઓ વિદેશી તત્વો સાથે સંપર્કમાં હતા

232

આરોપીઓના મોબાઈલ, રેકોર્ડિંગ, ચેટિંગની પણ તપાસ કરવામાં આવી : વિદેશી કનેક્શનને લઈને પણ તપાસ
(સંપૂર્ણ સમાચાર સેવા) આણંદ, તા.૧૩
રામનવમી નિમિત્તે નીકળેલી શોભાયાત્રા પર થયેલા પથ્થરમારામાં મોટો ખુલાસો સામે આવ્યો છે. ખંભાત હિંસામાં ૩ મૌલવીની સંડોવણીનો પર્દાફાશ થયો છે. ૩ મૌલવીઓ સહિત ૨ શખસોએ કાવતરુ આચર્યું હતું. ત્યારે આ કેસની તપાસ ગુજરાત ATS પણ કરી રહી છે. છ્‌જીની તપાસમાં વધુ એક ખુલાસો સામે આવ્યો છે. ખંભાત હિંસામાં ઝડપાયેલા કેટલાંક આરોપીઓ વિદેશી તત્વો સાથે પણ સંપર્કમાં હતા. જેથી વિદેશી કનેક્શનને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે. છ્‌જીની તપાસમાં એવું પણ સામે આવ્યું કે, આ એક પૂર્વનિયોજિત કાવતરું હતું. બીજી તરફ, ATSની ટીમે ગૃહ વિભાગને પણ રિપોર્ટ સોંપ્યો છે. જેથી પોલીસ આરોપીઓ વિરૂદ્ધ અન્ય કલમોનો પણ ઉમેરો કરશે. ખંભાતમાં રામનવમીના દિવસે નીકળેલી શોભાયાત્રા પર થયેલો પથ્થરમારો એક પૂર્વનિયોજિત કાવતરું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. સાથે જ આ હિંસામાં ૩ મૌલવીઓ સહિત ૨ શખસોએ કાવતરુ આચર્યું હતું. લોકોને પથ્થરમારો અને આગચંપી માટે ઉશ્કેરવામાં આવ્યા હતા. બહારથી લોકોને લાવીને શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જિલ્લા પોલીસ વડા અજિત રાજિયાને જણાવ્યું કે, શક્કરપુરામાં જે પથ્થરમારો થયો હતો એમાં જિલ્લા સ્તરે સ્પેશિયલ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ હિંસા બાદ ઝડપાયેલા આરોપીઓની કડક પૂછપરછ કરવામાં આવી હતી. આ પૂર્વનિયોજિત કાવતરાના મુખ્ય સૂત્રધારોમાં રઝાક હુસૈન ઉર્ફે પટેલ ઉર્ફે મૌલવી, શક્કરપુરમાં રહેતો અયુબ મલિક, માજીદ ઉર્ફે માદલો, જમશેદખાન જોરાવર ખાન પઠાણ, મુસ્તકિમ ઉર્ફે મૌલવી, યુનુસ વોરા, મોહમ્મદ સઈદ ઉર્ફે નાનો બચ્ચો, મતિન યુનુસ વોરા ઉર્ફે અલ્ટીના નામ પણ સામે આવ્યા છે. જિલ્લા પોલીસ વડાએ આગળ જણાવ્યું કે, આ આરોપીઓ દ્વારા પથ્થરમારાનું કાવતરુ રચવામાં આવ્યું હતું. આ લોકો એવી ધાક જમાવવા માંગતા હતા કે, જો ભવિષ્યમાં આવી કોઈ યાત્રા નીકળશે તો આવી દશા થશે. સાથે જ આ તમામ આરોપીઓને અલગ અલગ કામ સોંપવામાં આવ્યું હતું. જેમ કે કોણ ફંડ ઉઘરાવશે, કોણ પ્લાનિંગ કરશે. સાથે જ આ આરોપીઓ દ્વારા અન્ય આરોપીઓનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. જ્યારથી શોભાયાત્રા નીકળવાની ચર્ચા થઈ હતી ત્યારથી આરોપીઓ દ્વારા કાવતરુ રચવાનું શરુ કરી દેવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડાના જણાવ્યા મુજબ, ખંભાત હિંસાની તપાસ પોલીસ સહિત ગુજરાત છ્‌જી પણ કરી રહી છે. છ્‌જીની તપાસમાં પણ કેટલાંક ચોંકવનારા ખુલાસા સામે આવ્યા છે. આરોપીઓ વિદેશી તત્વો સાથે પણ સંપર્કમાં હતા. જિલ્લા બહાર પણ અન્ય તત્વો સાથે તેઓ સંપર્કમાં છે. આરોપીઓ અલગ અલગ દેશના સંપર્કમાં છે અને એ દિશામાં પણ તપાસ ચાલું છે. આરોપીઓ પાસેથી ડેટા પણ રિકવર કરવામાં આવ્યા છે. આરોપીઓના મોબાઈલ, ચેટિંગ, ઓડિયો રેકોર્ડિંગ, એકબીજાને મોકલેલા મેસેજીસ વગેરે પણ મેળવવામાં આવ્યા છે. જેની આગળની તપાસ પણ હજુ ચાલું છે.

Previous articleસ્પાઈજેટના ૯૦ પાયલોટ્‌સને ઊડાન માટે અટકાવી દેવાયા
Next articleભાવનગરની જાણીતી શીશુવિહાર સંસ્થા દ્વારા ભાવનગરના સનેસ ગામે આરોગ્ય શિબિરનું આયોજન કરાયું