ત્રણ વર્ષ બાદ સ્ટેટ બેંકે બેન્ચમાર્ક રેટ વધાર્યો

40

હોમલોન ધારકોના હપતાની રકમ વધી જશે, જીમ્ૈંએ માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટમાં ૧૦ બેસિસ પોઈન્ટ (૦.૧ ટકા) સુધી વધારો કર્યો
નવી દિલ્હી,તા.૧૯
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ)એ તેના બેન્ચમાર્ક રેટમાં ત્રણ વર્ષ પછી વધારો કર્યો છે જેના કારણે કેટલાક હોમલોન ધારકોના હપતાની રકમ વધી જશે. એસબીઆઈએ માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ (એમસીએલઆર)માં ૧૦ બેસિસ પોઈન્ટ (૦.૧ ટકા) સુધી વધારો કર્યો છે. આ સાથે હવે એક વર્ષનો એમસીએલઆર ૭.૧ ટકા છે. એસબીઆઈએ જાહેરાત કરી કે તે વિદેશી બોરોઇંગ દ્વારા ૫૦ કરોડ ડોલર એકત્ર કરશે. ઓક્ટોબર ૨૦૧૯માં એક્સટર્નલ રેપો લિંક્ડ રેટ આવ્યા તે પહેલાં હોમ લોન માટે એમસીએલઆર બેન્ચમાર્ક ગણવામાં આવતો હતો. માર્ચ ૨૦૧૯ પછી એક વર્ષના એમસીએલઆરમાં પહેલી વખત વધારો કરવામાં આવ્યો છે. તેના કારણે જેમણે ઓક્ટોબર ૨૦૧૯ પહેલાં હોમ લોન લીધી હશે તેના ઈએમઆઈવધી જશે. જેમણે ઓક્ટોબર ૨૦૧૯ પછી લોન લીધી હશે તેમના માટે આરબીઆઈરેપો રેટ વધારે ત્યાર પછી રેટમાં વધારો થશે. જૂન ૨૦૨૨ની પોલિસીમાં આરબીઆઈ દ્વારા રેટ વધારવામાં આવે તેવી શક્યતા છે. માર્ચ ૨૦૧૯માં એક વર્ષનો એમસીએલઆરવધીને ૮.૫૫ ટકા થયો હતો. ત્યારથી તેમાં સતત ઘટાડો ચાલુ છે. જૂન ૨૦૨૦થી તે સાત ટકાની આસપાસ છે. દેશની સૌથી મોટી બેન્ક તરીકે એસબીઆઈએ રેટમાં વધારો કર્યા પછી બીજી બેન્કો પણ તેને અનુસરશે તેમ માનવામાં આવે છે. એમસીએલઆરએ કોઈ પણ બેન્ક માટે ફંડ એકત્ર કરવાનો ખર્ચ દર્શાવે છે. ડિપોઝિટ રેટ, મની માર્કેટ રેટ અથવા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બોન્ડ પર જ્યારે વ્યાજદરમાં વધારો થાય ત્યારે ફંડ એકત્ર કરવાનો ખર્ચ વધી જાય છે. ડોમેસ્ટિક ડિપોઝિટ રેટમાં એટલો વધારો નથી થયો ત્યારે આંતરરાષ્ટ્રીય બોરોઇંગના રેટમાં વધારો થયો છે. યુએસ ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો થયો હોવાથી આંતરરાષ્ટ્રીય બોરોઇંગના રેટ વધી ગયા છે. સોમવારે એસબીઆઈએ જાહેરાત કરી હતી કે તેણે લોન સિન્ડિકેશન દ્વારા આઈએફએસસીગિફ્ટ સિટી પાસેથી ૫૦ કરોડ ડોલર એકત્ર કર્યા છે. યુએસસિક્યોર્ડ ઓવરનાઈટ ફાઈનાન્સિંગ રેટ સાથે લિંક થયેલું આ પ્રથમ ઓફશોર બોરોઈંગ છે. તે હવે અગાઉના લંડન ઇન્ટરબેન્ક ઓફર્ડ રેટનું સ્થાન લેશે. એસબીઆઈના એમડી અશ્વિની કુમાર તિવારીએ જણાવ્યું કે આ પ્રાઈસિંગ પર સિન્ડિકેટેડ લોનનું સફળતાપૂર્વક લોન્ચિંગ દર્શાવે છે કે વિદેશી ફાઈનાન્શિયલ માર્કેટમાં એસબીઆઈએ પોતાની પ્રતિષ્ઠા બનાવી છે.

Previous articleદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૨૪૭ કોરોના કેસ નોંધાયા
Next articleસેન્સેક્સમાં ૭૦૩, નિફ્ટીમાં ૨૧૫ પોઈન્ટનો ઘટાડો નોંધાયો