ભાવનગર શહેર મહાનગરપાલિકા કક્ષા ખેલ મહાકુંભની સ્પર્ધા તારીખ અને સ્થળમાં ફેરફાર

39

ઝોન કક્ષાએ વિજેતા થયેલ અને મહાનગરપાલિકાકક્ષાએ ભાગ લેવા જનાર ખેલાડી ભાઈઓ/બહેનોએ સ્પર્ધાની વિગત જાણી લેવી
રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વિભાગના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગરના ઉપક્રમે ભાવનગર મહાનગરપાલિકાકક્ષા અમલીકરણ સમિતિની રાહબરી નીચે જિલ્લા રમત ગમત અધિકારી કચેરી, ભાવનગર શહેર આયોજિત ભાવનગર શહેરમાં યોજાનાર ખેલ મહાકુંભની મહાનગરપાલિકાકક્ષાની સ્પર્ધા તારીખ અને સ્થળમાં અનિવાર્ય સંજોગોને કારણે ફેરફાર થયેલ હોય ઓનલાઈન રજીસ્ટ્રેશન કરનાર અને ઝોનકક્ષાએ વિજેતા થયેલ અને મહાનગરપાલિકાકક્ષાએ ભાગ લેવા આવનાર ખેલાડી ભાઈઓ/બહેનોએ નવી તારીખ મુજબ સ્પર્ધા સમયે હાજર રહેવાનુ રહેશે. તા.2/5/2022 થી મહાનગરપાલિકાકક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધા સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે યોજાશે, તા.3/5/2022 થી ચેસ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે અને વોલીબોલ સેન્ટ ઝેવિયર્સ સ્કુલ, જેલ રોડ ખાતે યોજાશે, તા.6/5/2022 થી ખો ખો સ્પર્ધા સહજાનંદ ગુરુકુળ, અકવાડા ખાતે યોજાશે, તા.8/5/2022 ના રોજ યોગાસન સ્પર્ધા યશવંતરાય નાટ્યગૃહ ખાતે યોજાશે, તા.9/5/2022 થી કબડ્ડી સ્પર્ધા શ્રી સહજાનંદ ગુરુકુળ, અકવાડા અને તા.10/5/2022 થી રસ્સાખેંચ સ્પર્ધા સહજાનંદ ગુરુકુળ, અકવાડા ખાતે યોજાશે. સ્પર્ધાની વિગતવાર માહિતી કચેરીના બ્લોગ એડ્રેસ https://dsosportsbvr.blogspot.com પરથી જાણી શકાશે અથવા રૂબરૂ કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.

Previous articleભાવનગરમાં સરકારી ઇજનેરી કોલેજમાં વિદ્યાર્થીઓ માટે પ્રોજેકટ ફેર KAIZEN 2022 Innovative Project Displayનું આયોજન કરાયું
Next articleભાવનગરમાં એનિમલ હેલ્પ લાઈનના દસ ગામ દીઠ ફરતાં પશુ દવાખાના દ્વારા અત્યાર સુધી કુલ ૧,૭૩,૩૨૭ અબોલ જીવોની સારવાર કરવામાં આવી