ભાવનગરમાં સરકારી ઇજનેરી કોલેજમાં વિદ્યાર્થીઓ માટે પ્રોજેકટ ફેર KAIZEN 2022 Innovative Project Displayનું આયોજન કરાયું

58

જૂદી-જૂદી શાખાના 450 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો
ભાવનગર શહેરના વિદ્યાનગર ખાતે આવેલી સરકારી ઇજનેરી કોલેજ ખાતે આજરોજ પ્રોજેકટ કેર “KAIZEN 2022 Innovative Project Displayનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જૂદી-જૂદી શાખાના 450 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

કોલેજની છ બ્રાન્ચ જેવી કે સીવીલ ઈજનેરી, મિકેનિકલ ઇજનેરી, ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન, કોમ્પ્યુટર ઈજનેરી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને પ્રોડકશન ઈજનેરી વિદ્યાશાખાના અંતિમ વર્ષના અંદાજે 450 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા પોસ્ટર અને ડીજીટલ પ્રેઝન્ટેશનના માધ્યમથી ડિગ્રી એંજીનીયરીંગના અંતિમ સેમેસ્ટરમાં વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા ઈન્ટર્નશીપ પ્રોજેકટ, નવીનતમ પ્રોજેકટ અને વિશ્વકર્મા પ્રોજેક્ટનું સંસ્થા ખાતેના સ્ટાર્ટઅપ અને શૈક્ષણિક-ઔદ્યોગિકી જોડાણ એટલે કે KAIZEN 2022 Innovative Project Displayનું સંસ્થા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ બ્રાન્ચના કુલ 200થી વધુ સંખ્યામાં પ્રોજેકટનું પ્રદર્શન નિળવા મુખ્ય અતિથીથી તરીકે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ કિરીટભાઈ સોની, સંસ્થાના આચાર્ય ડો.જી.પી. વડોદરીયા, શિક્ષકો, વિદ્યાર્થીઓ ભાઈઓ-બેહનો ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleખાનગી શાળાઓનો ફી વધારો પરત ખેંચવાની ભાવનગર આમ આદમી પાર્ટીના કાર્યકરોએ માંગ કરી
Next articleભાવનગર શહેર મહાનગરપાલિકા કક્ષા ખેલ મહાકુંભની સ્પર્ધા તારીખ અને સ્થળમાં ફેરફાર