કોંગ્રેસ દ્વારા વરતેજ નજીક આવેલ રંગોલી રિસોર્ટ ખાતે શિબિરનું આયોજન કરાયું

206

હાર્દિક નાની વયનો છે અને મેં તેની સાથે નાના ભાઈની જેમ રાખીને કામ કર્યું છે : કોંગ્રેસમાં જેમને પહેલી હરોળમાં સ્થાન મળતું અને તેઓ કોંગ્રેસમાં હીરો હતા જયારે ભાજપમાં જઈને જીરો થઇ ગયા : શક્તિસિંહ
ભાવનગર કોંગ્રેસ દ્વારા વરતેજ નજીક આવેલ રંગોલી રિસોર્ટ ખાતે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્ય સભાના સાંસદ અને કોંગ્રેસના અગ્રણી નેતા શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં શહેર અને જિલ્લાના કોંગ્રેસ કાર્યકર્તાઓ, આગેવાનો અને પદાધિકારીઓની ઉપસ્થિતમાં શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું,
આગામી દિવસોમાં આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈને હવે દરેક રાજકીય પક્ષો સક્રિય થયા છે અને ચૂંટણીઓની પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે કોંગ્રેસે પણ હવે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાવનગર વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીને લઈને આજે કોંગ્રેસના રાજ્યસભાના સંસદ શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં જિલ્લાના કાર્યકરો, પદાધિકારીઓ માટે શીબીરનું આયોજન કરવામાં આવ્યું હતું. વરતેજ ખાતે આવેલ રંગોલી રિસોર્ટમાં થયેલ આયોજનમા શક્તિસિંહ ગોહિલ ઉપરાંત પ્રદેશના નેતાઓ તેમજ સ્થાનીક ધારાસભ્ય અને કોંગ્રેસના સિનિયર નેતાઓ તેમજ વિવિધ સેલ ના આગેવાનો હાજર રહ્યાં હતા.
આ શિબિરમાં આવેલા કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે હાર્દિક પટેલની નારાજગી મામલે જણાવ્યું હતું કે હાર્દિક નાની વય નો છે અને મેં તેની સાથે નાના ભાઈ ની જેમ રાખીને કામ કર્યું છે. કોંગ્રેસમાં આંતરિક લોકશાહી છે અને દરેકને પોતાની વાત મૂકવાના અધિકાર છે પરંતુ તમે ભાજપમાં જોઈ શકો છો કે ભાજપના આકાઓની સામે સહેજ પણ એક શબ્દ નીકળે તો તે ની શું હાલત થાય તેનું ઉદાહરણ સ્વ.હરેન પંડ્યા છે, તેમને કોંગ્રેસ છોડી ભાજપમાં જનારા લોકો ઉપર પણ કટાક્ષ કરતા કહ્યું કે કોંગ્રેસમાં જેમને પહેલી હરોળમાં સ્થાન મળતું અને તેઓ કોંગ્રેસમાં હીરો હતા જયારે ભાજપમાં જઈને જીરો થઇ ગયા છે. કોંગ્રેસમાંથી અન્ય પક્ષમાં ગયેલા નેતાઓ પર આવવા માગતા છે તો અમે તેમને સામેથી બોલાવીશું કારણ કે કોંગ્રેસને સારા લોકોની જરૂર છે,

Previous articleભાવ.-બાંદ્રામાં પ્રથમ એરકન્ડિશન્ડ કોચ હવે કાયમી ધોરણે લાગશે
Next articleખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ભાવનગર દ્વારા ખેડૂતો માટે એકદિવસીય સેમીનારનું આયોજન કરાયું